ઝી ન્યૂઝ/સુરત: આજે ગુજરાત સરકારે કોરોના સંક્રમણ હળવું થતાં રાજ્યમાં ચાલી રહેલા નિયંત્રણોમાં હળવી છૂટછાટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. જ્યારે આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. 


મહત્વનું છે કે ગુજરાત સરકારે 19 નગરોમાંથી નાઇટ કર્ફ્યૂમાં હટાવવાનો નિર્ણય લીધો છે. નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર(નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.


અત્રે નોંધનીય છે કે, આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. કોરોનાના કેસ ઘટતા સરકારે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં બે કલાકનો ઘટાડો કરાયો છે.