ઝી ન્યૂઝ/વડોદરા: ઉત્તરાયણનો તહેવારને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. પતંગ રસીયાઓએ આગમચેતી તૈયારી હાથ ધરી લીધી છે. પતંગ અને દોરીના ભાવમાં 25થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેકટથી ઉતરાયણનું પર્વ ફિક્કુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળે છે. આથી કાળઝાળ ર્મેંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે.


ગુજરાતના વાહન ચાલકોને આનંદો; હવેથી જૂના વાહનનો નંબર નવા વાહનમાં રિટેન કરી શકાશે

ત્યારે વડોદરામાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જોવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 1500 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની 20 નંગ પતંગનો ભાવ 50 રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દોરી 15 હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે.


રાજ્યમાં આગામી દિવસો ખુબ ભારે! કેવી રહેશે ઉત્તરાયણ? જાણો હવામાન વિભાગની આગાહી


બજારમાં નાનાથી મોટી અને સસ્તાથી લઈ મોંઘી પતંગો ઉપલબ્ધ


સૌથી મોંઘી પતંગ 1500 રૂ. ની 5 નંગ
સૌથી સસ્તી પતંગ - પ્લાસ્ટિકની પતંગ 50 રૂ.ની કોડી (20 પતંગ)
સૌથી નાનો પતંગ - 10 રૂ.ની 5 નંગ
સૌથી મોટો પતંગ - 1500ની 5 નંગ
સૌથી મોંઘી દોરી - 15000 વારની 2000 રૂનો એક ચરખો
સૌથી સસ્તી દોરી - 60 રૂની એક ફિરકી 500 વાર


Anand: માનવતા નેવે મૂક્યાની ચોંકાવનારી ઘટના, કાતિલ ઠંડીમાં પ્રસૂતા બાળકની નાળ સાથે કણસતી રહી, ખુલ્લામાં પ્રસુતિ


નોંધનીય છે કે બજારમાં નાનાથી મોટી અને સસ્તાથી લઈ મોંઘી પતંગો ઉપલબ્ધ છે. આ વર્ષે ઉત્તરાયણ પૂર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલ્મ કલાકારોની પતંગ જોવા મળી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જોવા મળી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોરોના વાયરસ અને તેની સાવચેતીના પગલાં તેમજ વ્યસન મુક્તિ અને સીડીએસ બિપીન રાવત અમર રહોના સૂત્રો સહિતના અનેક સમાજને સંદેશો આપતી પતંગો તૈયાર કરવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube