આશકા જાની/અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, બે તબક્કામાં મતદાન થવાનું છે. જેને લઈ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાનમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મતદાનની તારીખોની સાથે લગ્ન ની મોસમ પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોતાના મતદારોને મત આપવા માટે દરેક પક્ષના ઉમેદવારો કમર કસી રહ્યા છે. ત્યારે બીજી તરફ એવી પરીસ્થિતિ છે કે જેના કારણે મતદાન ઓછું થાય તેવું લાગી રહ્યું  છે. ગુજરાતમાં મતદાન બે તબક્કામાં થવાનું છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે અને 8 ડિસેમ્બરના દિવસે પરિણામ આવાનું છે.


ત્યારે વાત કરીએ આ દિવસોમાં લગ્નનના મુહૂર્તની તો... તારીખ 1, 2, 4, 5 અને 8 મી ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં અંદાજે 30 હજારથી વધુ લગ્ન છે. પંડિતોના મતે આ દિવસોમાં સૌથી વધુ લગ્ન માટે શુભ દિવસ છે અને સૌથી વધુ પ્રમાણમાં શુભ મુહૂર્ત પણ છે. લગ્ન મુહૂર્તમાં હોવાથી આગળ પાછળના દિવસોમાં રીતરિવાજ મુજબ ફંકશન રહેવાના આટલા બધા લગ્ન હોવાના કારણે લોકો સામાજિક કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહેવાના છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો મતદાન નહિ કરી શકે તેવું લાગી રહ્યું છે.  


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube