અમદાવાદ : શહેરમાં દર વર્ષે દિવાળીમાં અંદાજે 10 કરોડના ફટાકડાનું વેચાણ થતું હોય છે. જો કે આ વર્ષે શહેરમાં 30થી 40 ટકા જ વેચાણ થયું હોવાનો અંદાજ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે અંદાજે 3 કરોડની આસપાસના ફટાકડાનું વેચાણ થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે વેપારીઓએ દિવાળી પહેલા સારા વેચાણની આશા રાખી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે નવરાત્રી પુરી થતાની સાથે જ અમદાવાદમાં ફટાકડાની દુકાનો, સ્ટોલ શરૂ થઇ જતા હોય છે.જો કે આ વર્ષે ફટાકડાના વેચાણમાં ખુબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ચાલુ વર્ષે સિઝનલ ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ ખુબ જ ઓછા જોવા મળ્યા હતા. જે આખુ વર્ષ ફટાકડા વેચાણનું લાયસન્સ ધરાવે છે તેમને પણ ફટાકડાનું વેચાણ ખુબ જ ઓછુ થયું હતું. 

અમદાવાદના ફટાકડા બજાર એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર આ વર્ષે ફટાકડાના વેચાણમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કોરોનાની મહામારી, ફટાકડા ફોડવાના મુદ્દે નિર્ણય લેવામાં સરકાર દ્વારા થયેલું મોડુ અને અસમંજસની સ્થિતીના કારણે આખરે લોકોએ ફટાકડા લેવાનું ટાળ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube