અમદાવાદ: હૈદરાબાદ સ્થિત સરદાર પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં ગુજરાત પોલીસને લાંછન લાગે તેવી ઘટના ઘટી છે. ગુજરાત પોલીસમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા આઇપીએસ અધિકારીએ દારૂના નશામાં ધૂત થઇ ડાન્સ કરી રહી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય રાજ્યના કેડરની મહિલા આઇપીએસના નિતંબ પર ચૂંટલી ભરી હતી. જોકે ધટના સમયે ત્યાં હાજર સિનિયર આઈ.પી.એસ. અધિકારીઓએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો અને સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે મહિલા અધિકારી ગુજરાત પોલીસના આઇપીએસ સામે પોલીસ ફરિયાદ કરવા માટે કાનૂની સલાહ લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવગુજરાત સમયમાં સમયમાં છપાયેલા અહેવાલ અનુસાર આ ઘટના દસેક દિવસ અગાઉ બની હતી. હૈદ્વાબાદ ખાતે આવેલી પોલીસ એકેડમીમાં ગુજરાતના આ આઇપીએસ અધિકારીનો જન્મ દિવસ નજીકના દિવસોમાં હોવાથી તેઓ પાર્ટી કરી રહ્યા હતા. આ બર્થ ડે પાર્ટીમાં નશામાં ધૂત આઇપીએસ બેબી કો બેઝ પસંદ હૈ ગીતની ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન મહિલા અધિકારી ત્યાંથી પસાર થતા ગુજરાત કેડરનાં આ અધિકારીએ નશામાં ભાન ભૂલી તેમના નિતંબ પર ચૂંટલી ભરી દીધી. ભાન ભૂલેલા આ અધિકારીની આ હરકત બાદ મહિલા આઈપીએસએ રૌદ્ર રૂપ બતાવ્યું જેથી સાહેબનો નશો તો ઉતરી ગયો.

'ઇશરત જહાં કેસમાં મોદી-શાહની ધરપકડ કરવામાં માંગતી હતો CBI' 

ધટનાને લઇ હોબાળો થતા ટ્રેનિંગ માટે આવેલા બીજા આઈ.પી.એસ. અધિકારીઓ પણ દોડી આવ્યાં અને મામલો શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. હાલ ટ્રેનિંગ લઈ રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આ મામલાને શાંત પાડીને સમાધાન કરાવતાં આંખે પાણી આવી ગયા હતા અને ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.' અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા ઓફિસરે હજુ સુધી પોલીસ ફરિયાદ કરી નથી. પરંતુ તેઓ આ મામલે પગલા ભરવા માટે કાયદાકિય સલાહ લઈ રહ્યા છે. આ કરતૂત આચરનારા અધિકારી પાસે માફી પણ મંગાવવામાં આવી હતી.

‘બીટ ધ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ: હવે પ્લાસ્ટિક બોટલ આપશો તો એક રૂપિયો મળશે 
 
ગુજરાતના સિનિયર આઈ.પી.એસ.એ આ ઘટના ઘટી હોવાની વાતને સમર્થન આપતા કહ્યું કે, હાલ તો અધિકારી ટ્રેનિંગમાંથી પરત નથી આવ્યા. પરંતુ એકેડમી દ્રારા કોઇ રિપોર્ટ કરવામાં આવશે તો શિસ્તભંગના પગલા લેવાશે.


કેપીએસ. ગીલને 5 મહિનાની થઇ હતી સજા
- 1988માં વરિષ્ઠ આઈએએસ અધિકારી રૂપન દેઓલ બજાજના પૃષ્ઠ ભાગ પર ટપલી મારી હતી.
- ગીલ જ્યારે પંજાબના ડીજીપી હતા તે દરમિયાન એક પાર્ટીમાં આ ઘટના બની હતી.
- ઓગસ્ટ 1996માં ગીલ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ બદલ દોષિત ઠર્યા હતા અને આ જ ઘટનામાં તેમને પાંચ મહિનાની જેલની સજા થઈ હતી.