અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી સવારે સાબરમતી નદીને સાફ કરવા માટેના એએમસીના અભ્યાનનો સુભારંભ કરાવ્યો હતો. અને બાદમાં તેમણે ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલમાં પર્યાવરણ જાગૃતિ વિશે અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, જીવો ને જીવવા દો, બીજાના સુખે સુખી અને દુખે દુખી કરતા આવ્યા છીએ અને એને કારણે જ બધા લોકોના સ્વ અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. જેને લીધે આપણે એવું કોઇ આર્થિક ઉપાર્જન ન કરીએ કે જેથી બીજાને નુકસાન જાય. આપણે પ્રદુષણ દુર કરવું જ પડશે. ગુજરાત પ્રદૂષણને દૂર કરવા માટે કટીબદ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે રીતે ઉદ્યોગીકરણ અને વાહનોનો વધુ ઉપયોગ થઇ રહ્યો છે અને એને કારણે જે પ્રદુષણ ફેલાઇ રહ્યું છે. એના પર નિયંત્રણ કરવા આજે ઉપસ્થિત થયા છીએ. છેલ્લા બે દાયકામાં આપણે અનેક મંજીલો સર કરી છે. વધુ રોકાણ થયું છે. રોકાણ મામલે પણ ગુજરાત મોખરે રહ્યું છે. ફાર્મસી, કેમિકલમાં પણ ગુજરાત મોખરે છે ત્યારે આવા સમયે આપણે પ્રદુષણ ઘટાડવા મામલે વધુ ચિંતા કરવી જરૂરી છે.


જામનગર: તબીબીની બેદરકારીના કારણે 4 વર્ષની માસૂમ બાળકીનું મોત, પરિવારમાં આક્રંદ



પ્રદુષણ નિવારણમાં ગુજરાત મોખરે રહે છે દેશની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. રાજ્યની ઉન્નતિ, જીવનધોરણમાં સુધારાની સાથોસાથ આપણે હવા પ્રદુષણથી લઇને વિવિધ પ્રકારના પ્રદુષણ ઘટાડવા પડશે. ચિંતા કરવી પડશે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું દાવા સાથે કહીશ કે આ મામલે સરકાર કટીબધ્ધ છે. સરકાર કૃતનિશ્વયી છે. વધુ ઉદ્યોગો અહીં આવે એ યોગ્ય છે અને પ્રદુષણ નિવારણ માટે પણ કડક રીતે કાયદાનું પાલન કરાશે. આ જવાબદારી સ્વીકારીને સરકાર આવનારા દિવસોનું પ્લાનિંગ કરવા ઇચ્છે છે. 


આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં મોટી સંખ્યામાં રોકાણકારો અને ઉદ્યોગકારો આવી રહ્યા છે તેથી ગુજરાતનો જીડીપી રેટ સતત ઉંચો આવી રહ્યો છે. ગુજરાતમાં પ્રદુષણ દૂર કરવા માટે ભાજપ સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પ્રદુષણને દૂર કરવા માટે અનેક યોજનાઓ પણ લાગુ કરવામાં આવશે.