આ છે ગુજરાતનું એકદમ અનોખું ગામડું, જ્યાં આફ્રીકન જેવા દેખાય લોકો, બોલે શુદ્ધ ગુજરાતી
Mini Africa In Gujarat: શું તમે જાણો છો કે આપણા જ દેશમાં...અરે આપણા ગુજરાતમાં જ એક એવી જગ્યા છે જ્યાં લોકો હુબહુ આફ્રીકન જેવા દેખાય છે? આ જગ્યાને મિની આફ્રીકા પણ કહેવામાં આવે છે. આ ગામ વિશે ખાસ જાણવા જેવું છે.
Mini Africa In Gujarat: ભારત એક એવો દેશ છે જ્યાં આપણને અલગ અલગ ધર્મના લોકો અને જાતિના લોકો જોવા મળે છે. ભાષા અને વેષભૂષાના આધારે આ લોકો અલગ દેખાય છે. તો ક્યારેક થોડા ફેરફાર સાથે કેટલાક રાજ્યોના રીતિ રિવાજ હળતા ભળતા પણ આવતા હોય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોજગારીની શોધ અને નોકરી કરતા લોકો ઉપરાંત આપણા પાડોશી દેશ નેપાળથી પણ અનેક લોકો ભારત આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા જ દેશમાં...અરે આપણા ગુજરાતમાં જ એક એવી જગ્યા છે જ્યાં લોકો હુબહુ આફ્રીકન જેવા દેખાય છે? આ જગ્યાને મિની આફ્રીકા પણ કહેવામાં આવે છે. આ ગામ વિશે ખાસ જાણવા જેવું છે.
વર્ષોથી રહે છે આફ્રિકી મૂળના લોકો
એ કહેવું જરાય ખોટું નહીં હોય કે આ લોકોનો સંબંધ આફ્રીકી મૂળના લોકો સાથે છે, કારણ કે ભારતમાં લગભગ 750 વર્ષ પહેલેથી જ કેટલાક આફ્રીકી મૂળના લોકો રહે છે. આટલા વર્ષ ભારતમાં રહેવા છતાં પણ આજે પણ તેમના શરીરની બનાવટથી લઈને તેમના વાળ અને રંગરૂપ સંપૂર્ણ રીતે આફ્રિકન્સની જેમ જ છે. આથી આ ગામ મિની આફ્રીકાના નામથી પણ મશહૂર છે.
ગુજરાતમાં છે આ ગામ
આ જગ્યા ગુજરાતમાં છે. જેને જંબુર ગામ તરીકે ઓળખવામાં આવે છે. જે ગિર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અહીં રહેતા સિદ્દી જનજાતિના લોકો મોટાભાગે ઈસ્લામ ધર્મ પાળે છે. જ્યારે કેટલાક સિદ્દી હિન્દુ અને ખ્રિસ્તિ ધર્મને પણ માનવા લાગ્યા છે. આ સમુદાય મૂળ રીતે આફ્રીકાના બંતુ સમુદાયનો ભાગ છે જે દક્ષિણ પૂર્વ આફ્રીકામાં રહે છે. આ લોકો મૂળ રીતે એબિસિનિયન અને પર્શિયન નામથી ઓળખાતા હતા જ્યારે જે જનજાતિઓ રેંકમાં ઉપર ઉઠી તેમને સિદ્દીની ઉપાધિ મળી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube