મુસ્તાક દલ/જામનગર: નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થયો છે, ત્યારે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા આગના અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ રમી એક અનોખું આકર્ષણ જગાવવામાં આવી રહ્યું છે. શ્રી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા 6 દાયકાની પ્રાચીન નવરાત્રિની પરંપરા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે.


કોરોના કાળમાં સતત બે વર્ષ નવરાત્રિના તહેવારોની ઉજવણી બંધ રહ્યા બાદ હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના બાદ છૂટછાટ આપવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે જામનગર સહિત દેશ વિદેશમાં નવરાત્રિની ગુજરાતીઓ દ્વારા ખૂબ જ આસ્થાભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે હાલ અર્વાચીન દાંડિયાના વધતા જતા યુગમાં પણ જામનગરમાં અનેક ગરબી મંડળો છે કે જેમણે પોતાની પ્રાચીનતા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે, એવું જ એક ગરબી મંડળ જામનગરમાં કે છેલ્લા 6 દાયકા થી પ્રાચીન નવરાત્રિનું આયોજન કરતા શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં માત્ર યુવકો જ માતાજીની આરાધના કરે છે. એવા શ્રી પટેલ યુવક મંડળ દ્વારા નવરાત્રિ નિમિત્તે રજૂ કરવામાં આવતા અવનવા રાસ જામનગર માં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube