અમદાવાદઃ Strike on Gold Hallmarking: દેશભરમાં આજે જ્વેલરી વિક્રેતા (Jewelers) સોનાના આભૂષણોના જરૂરી હોલમાર્કિંગ (hallmarking of gold jewelery) ના મનમાની રીતથી અમલ લાવવા વિરુદ્ધ 23 ઓગસ્ટે સાંકેતિક હડતાળ કરવાના છે. આ હડતાળમાં ગુજરાતભરના તમામ સોની વેપારીઓ પણ સામેલ થશે. અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ ઘરેલૂ પરિષદ (GJC) એ શુક્રવારે હડતાળની જાહેરાત કરી હતી. તે પ્રમાણે આજે દેશભરના સોની વેપારીઓ સાથે ગુજરાતના વેપારીઓ પણ આ હડતાળમાં સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના આભૂષણોની 16 જૂનથી હોલમાર્કિંગ જરૂરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે સોનાના આભૂષણો  (Gold Jewelery) ની 16 જૂનથી ફેઝ પ્રમાણે હોલમાર્કિંગને જરૂરી કરી દેવામાં આવી છે. સરકારે પ્રથમ ફેઝના અમલ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાની ઓળખ કરી છે. સોનાની હોલમાર્કિંગ કિંમતી ધાતુની પ્યોરિટનું સર્ટિફિકેશન આપે છે. આ અત્યાર સુધી સ્વૈચ્છિક રૂપથી કરવામાં આવતું હતું. 


આ પણ વાંચોઃ ધોરણ-12 સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 27.83 ટકા ઉમેદવારો પાસ


ગુજરાતમાં પણ સોની વેપારીઓ વિરોધ પ્રદર્શનમાં થશે સામેલ
દેશભરમાં જ્વેલરી વિક્રેતાઓની હડતાળને ગુજરાતા સોની વેપારીઓ પણ ટેકો આપશે. વડોદરામાં આજે જ્વેલર્સની 200 દુકાનો બંધ રહેવાની છે. તમામ વેપારીઓ પ્રતીક હડતાળમાં સામેલ થશે. વેપારીઓ દ્વારા હોલમાર્કની જટીલ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી છે. આજ રીતે ભાવનગરમાં પણ સોની વેપારીઓ બંધ પાળશે. ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, વોરબજાર ચોકસી મંડળ, ભાદેવા શેરી સુવર્ણકાર એસોસિએશન, પિરછલ્લા શેરી, શેરડી પીઠ સહિતના એસોસિએશનોએ આ બંધમાં જોડાવાની જાહેરાત કરી છે. 


આ સાથે ગુજરાતના અન્ય જિલ્લાના સોની વેપારીઓ પણ આ હડતાળમાં સામેલ થવાના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube