Paper Leak News Live Update : સરકારને કોનો ડર : 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાનું કહીને સરકારી અધિકારીઓ હાથ ખંખેરીને ઉભા થઈ ગયા
Paper Leak News Live Update : કાગળ પર લખેલું લખાણ વાંચીને રવાના થઈ ગયા ચેરમેન... પત્રકારોના સવાલ આપવા માટે પણ ના ઊભા રહ્યા ચેરમેન... પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન PC પૂરી કરીને ભાગ્યા
Papper leak Scandal : જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે પંચાયત સેવા પસંદગી મંડળે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું કે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત બહારની ગુનાહિત સંગઠિત ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. 15 જેટલા આરોપીઓની અટકાયત કરાઈ છે. તેમની તપાસ ચાલુ છે. મહેનતુ અને સાચા ઉમેદવારો નુકસાન ન થાય તે માટે 29 જાન્યુઆરીના રોજ પરીક્ષા મોકૂફનો નિર્મય લેવાયો હતો. આગામી 100 દિવસમાં પરીક્ષા યોજાશે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે. હવે પછીની પરીક્ષામાં ઉમેદવારોને એસટીમાં વિનામૂલ્યે સુવિધા અપાશે. સાથે જ કહેવાયં કે, હવે પછી ની તારીખે યોજવનાર પરીક્ષાના દિવસે પોતાની હોલ ટીકીટ બતાવી બસની મફત સેવા આવજવાની મેળવી શકશે.
કેટલાય મહિનાઓથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આટલી જાહેરાત કરીને પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓ આટલી જાહેરાત કરીને ઉભા થઈ ગયા હતા. તેઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા પણ રોકાયા ન હતા. ત્યારે સરકારને કોનો ડર છે. તેઓએ મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાત કરાવનું ટાળ્યુ હતું. પ્રેસ કોન્ફરન્સનું કાગળિયું વાંચીને અધિકારીઓ ઉભા થઈ ગયા હતા. કાગળ પર લખેલું લખાણ વાંચીને ચેરમેન સંદીપ કુમાર ત્યાંથી રવાના થઈ ગયા હતી. તેઓ પત્રકારોના સવાલ આપવા માટે પણ ના ઊભા રહ્યા. પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન PC પૂરી કરીને ભાગ્યા હતા. તેઓએ પત્રકારોના એક પણ સવાલનો જવાબ આપ્યા વગર ભાગતા દેખાય. 100 દિવસમાં પરીક્ષા યોજાશે એટલું કહીને ચેરમેન ત્યાંથી રવાના થયા હતા. ત્યારે શું કાગળમાં લખેલી 4 લાઈન વાંચવા પત્રકાર પરિષદ રાખી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પ્રેસ બ્રિફીંગમાં શું કહ્યું...
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ની જાહેરાત ક્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર)ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા સદર કૃત્ય ગુજરાત રાજય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠીંત ગેંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. ઉપરોકત પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર ધ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજીક તત્વો ઉપર નજર રાખવામા આવેલ હતી જેના પરિણામે ઉપરોકત ગુન્હો બને તે પહેલા જ આવા કૃત્યમાં સંડોવાયેલ ૧૫ જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પુછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી ૧૦૦ દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. મંડળ ધ્વારા અત્યાર સુધી છેલ્લા ૦૫ વર્ષંમા ૨૧૦૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે ૪૧ જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૩૦ લાખ થી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પૂર્વક યોજેલ છે, અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા, તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદન પારદર્શક પધ્ધતિથી પસંદગી કરવામાં આવેલ છે. જેથી ઉપરોકત સંવર્ગ માટે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવા મંડળ કટીબધ્ધ છે.