Porbandar News અજય શીલુ/પોરબંદર : માધવપુરનો માંડવો આવે જાદવકુળની જાન પરણે તે રાણી રુકમણી મન વાચ્છીંત શ્રી માધવરાય ભગવાન પોરબંદરના માધવપુર ધેડમાં છેલ્લા 5 હજાર વર્ષથી વધુ સમયથી ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી ભગવાન માધવરાય અને રુક્ષ્મણીના વિવાહ મહોત્સવને ઉજવાઈ છે. વિવાહ મહોત્સવને લઈને માધવપુરમાં 5 દિવસીય ભાતીગળ મેળો પણ યોજાઈ છે તો સાથે જ બારસના દિવસે ભગવાન માધવરાય અને રુકમણીના વિવાહ યોજાઈ છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પાછળ ભવ્ય ઈતિહાસ રહેલો છે આ તમામ વાત સાથે આપણે આજે માધવપુરના માધવરાયના આ વિવાહ ઉત્સવમાં જોડાશુ અને ભગવાનના વિવાહ કેવી રીતે થાય છે કઈ વિધિ યોજાઈ છે તે આપને બતાવીશુ તો ચાલો તૈયાર થઈ જાવ માધવરાયજીના વિવાહ મહોત્સવમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લાનુ માધવપુર ગામ દરિયા કિનારા પર વસેલું છે. પોરબંદરથી 60 કિલોમીટર દુર આવેલા આ ગામમાં ભગવાન ત્રિકમરાય તથા માધવરાય બિરાજમાન હોવાથી જ ગામનુ નામ પડ્યું માધવપુર. પોરબંદરના રાજવી પરિવાર દ્વારા બંધાવી આપેલ હવેલીમાં ભગવાન માધવરાય અને ત્રિકમરાયજીની જુંગલ જોડીની વૈષ્ણવ પરંપરા મુજબ પૂજા વિધિ કરવામાં આવે છે અને કહેવાય છે કે, દેશમાં આ એકમાત્ર જ એવુ મંદિર છે જ્યાં બંને ભાઈઓની આ રીતે એક સાથે મૂર્તિઓ આવેલી છે. છેલ્લા 5 હજાર વર્ષથી વધુ સમયથી માધવપુર ગામમાં ભગવાન માધવરાય અને રાણી રુકમણીનો ભવ્ય વિવાહ ઉત્સવ ઉજવાય છે. જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં આ વિવાહને લઈને ભરાતા ભાતીગળ મેળાનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડતા જોવા મળે છે. આ વર્ષે પણ માધવપુરમાં આ વિવાહોત્સવ ઉજવાયો હતો, જેમાં ભગવાન માધવરાય અને રાણી રુકમણીના ધાર્મિક વિધિથી ગાંધર્વ લગ્ન કરવામાં આવ્યા હતા. જેને લઈને સમગ્ર માધવપુર ગામ માધવમય બન્યુ હતું. 


માધવરાયજી મંદિરના કુલગોર જનક પુરોહીત જણાવે છે કે, છેલ્લા હજારો વર્ષથી ઉજવાતી આ પરંપરા પાછળ ભવ્ય ઈતિહાસ રહેલો છે આ ઈતિહાસ પર નજર કરીએ તો. કહેવાય છે કે,વિદર્ભ દેશમાથી ભગવાન શ્રી કૃષ્ણને રુકમણીનો સંદેશો આવતા ભગવાન કૃષ્ણ દારુક્ષ સાથે હજારો રાજાઓની વચ્ચેથી ભવાની મંદિરથી રૂકમણીનું હરણ કરી માધવપુર લાવે છે અને અહીં તેઓ લગ્ન કરે છે. આ ભવ્ય ઈતિહાસને જાળવી રાખી છેલ્લા પાંચ હજાર વર્ષથી વધુ સમયથી ગ્રામજનોએ આ પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી ભગવાન માધવરાય અને રુક્ષ્મણીના વિવાહ મહોત્સવને ઉજવાય છે. જેમાં ત્રણ દિવસ ભગવાન માધવરાય નગરચર્યા કરે છે એટલે કે તેમનુ ફુલેકુ નિકળે છે અને છેલ્લા ઘણા વર્ષોથી કડછ ગામના લોકો જાડેજા પરિવાર દ્વારા ભગવાનનુ મામેરુ કરવામાં આવે અને ઘોડા અને ભાતીગળ દાંડીયારાસની રમઝટ બોલાવતા મામેરીયાઓ ભગવાનની ધજા લઈને ગામમાં પહોંચે છે ત્યારે ભગવાનના મામેરાને વધાવવા જાણે સમગ્ર ગામ ઘેલુ બન્યુ હોય તેવો માહોલ જોવા મળે છે


તો કડછ ગામના વતની રામ જાડેજા કહે છે કે, માધવુપરમાં જ્યારથી આ વિવાહ મહોત્સવ ઉજવાય છે ત્યારથી લઈને આજદિન સુધી ભગવાન માધવરાયના મામેરીયા કડછ ગામ બનતું આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ કડછથી ઘોડા ગાડી સાથે ભાતીગળ ઢોલ નગારના નાદથી દાંડીયા રાસની રમઝટ બોલાવતા કડછના ગ્રામજનો માધવપુર આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા કે જેઓ પણ કડછ ગામના જ હોવાથી તેઓ મામેરા પ્રસંગે હાજર રહ્યા હતા. ભગવાનના મામેરીયાઓને મંદિર દ્વારા વધાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મામેરીયાઓ દ્વારા ભગવાન માધવરાયને ધ્વજા અર્પણ કરી હતી. ભવિષ્યમાં પણ તેઓ તથા તેમના સંતાનો આ પરંપરા જાળવી રાખશે તેવું કડછથી આવેલ મામેરીયાઓએ જણાવ્યું હતું.


ભગવાન માધવરાયને કડછ ગામથી આવેલ મહેર લોકો દ્વારા મામેરુ અર્પણ કરાયા બાદ ભગવાન જે રથ પર બિરાજમાન થઈને રાણી રુકમણીને પરણવા જવાના છે તે પૌરાણિક રથને શણગારવા માટે સેવેકો લાગી ગયા હતા..અને ભગવાનના લગ્નને માણવા આવેલા ધર્મપ્રેમી જનતા પણ માધવરાયને જોવા આતુર જોવા મળી હતી.