આવી ગયો સૌથી મોટો રિપોર્ટ! તથ્યને જે ગાડીનો ઘમંડ હતો, એ જગુઆર જ `ઝલ્લાદ`ને અપાવશે સજા
Tathya Patel Case Updates: વિવિધ પાસાઓની ચકાસણી બાદ ખુબ જ ઝડપથી તથ્ય વિરુદ્ધ ફાઈલ થઈ શકે છે ચાર્જશીટ. જગુઆર કારથી તથ્યએ ત્રણ વાર સર્જ્યો હતો અકસ્માત.
Ahmedabad Iscon Accident Updates/ઝી બ્યૂરો, અમદાવાદઃ તથ્ય પટેલે કરેલાં અકસ્માત કાંડમાં એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. જે જગુઆરથી લોકોને કચડ્યાં એ જ જગુઆર તથ્યને ભરાવશે, આવી ગયો છે સૌથી મોટો રિપોર્ટ. નબીરા તથ્ય સામેની ચાર્જશીટને લઈને મોટો ખુલાસો થવાની સંભાવના છે. આજકાલમાં થઈ શકે છે આ કેસની ચાર્જશીટ. વિવિધ પાસાઓની ચકાસણી બાદ ખુબ જ ઝડપથી તથ્ય વિરુદ્ધ ફાઈલ થઈ શકે છે ચાર્જશીટ. જગુઆર કારથી તથ્યએ ત્રણ વાર સર્જ્યો હતો અકસ્માત. તથ્યએ ક્યાં-ક્યાં અકસ્માત કર્યો હતો તેની વિગતો પણ આવી છે સામે.
તથ્ય વિરુદ્ધની ચાર્જશીટમાં શું-શું હશે?
પોલીસ 200 પાનાની ચાર્જશીટ કરી શકે છે રજૂ.
50 સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટમાં મુકવામાં આવશે.
FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ચાર્જશીટમાં મુકવામાં આવશે.
જગુઆર કંપનીનો રિપોર્ટ પણ ચાર્જશીટમાં મુકવામાં આવશે.
તથ્ય વિરુદ્ધ ચાર્જશીટમાં 8 જેટલી વિવિધ કલમો.
જગુઆર કંપનીનો રિપોર્ટ ચાર્જશીટમાં મુકવામાં આવશે.
RTO નો દ્વારા કરાયેલો કારનો યાંત્રિક રિપોર્ટ પણ મુકવામાં આવશે.
કથ્ય પટેલે છ મહિના પહેલાં મંદિરમાં જગુઆર ઘુસાડીને કર્યો હતો અકસ્માત, હવે નોંધાઈ ફરિયાદઃ
નવ લોકોને કચડનાર તથ્યની જેગુઆરથી પહેલા પણ થઈ ચુક્યો છે અકસ્માત. નવ લોકોના જીવ લેનાર નબીરા તથ્ય સામે વધુ એક ફરિયાદ. ગાંધીનગર સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય સામે નોંધાઈ ફરિયાદ. છ મહિના પહેલા જેગુઆર કાર ગાંધીનગરના મંદિરમાં ઘુસાડી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ગયેલા સર્જ્યો હતો અકસ્માત. ગાંધીનગરનાં સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામની ભાગોડે સાંણદ જતા મેઇન રોડ ઉપર આવેલ બળીયા દેવના મંદીરમાં પણ જેગુઆર ગાડી ઘુસાડી હતી.
ઉલ્લેખની છેકે, આ કેસની તપાસ અલગ અલગ એંગલથી કરવામાં આવી રહી છે. જેમાં આરટીઓ વિભાગ દ્વારા પણ કેસની તપાસ કરવામાં આવી. આરટીઓ અધિકારીએ ખુદ જગુઆર કારના શો રૂમમાં જઈને મિકેનિકને પાસે રાખીને કાર અંગે તપાસ કરાવી. RTO ઈન્સ્પેક્ટરે જગુઆરના શો રૂમમાં 3 કલાક મેળવી માહિતી.
જગુઆરની યાંત્રિક તપાસપૂર્ણ, સંપૂર્ણ ફીટ હતી ગાડીઃ
RTO ઇન્સ્પેક્ટર જે. વી. ભાદાણીએ જણાવ્યુંકે, જે કારથી અકસ્માત સર્જાયો એ જગુઆર કાર સંપૂર્ણ ફિટ હતી. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે 9 લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલની જગુઆર કારની યાંત્રિક તપાસ પૂર્ણ થઈ ચુકી છે. આ તપાસમાં જગુઆર કાર એકદમ ફિટ હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાત મિકેનિકોને સાથે રાખીને જગુઆર કારની યાંત્રિક તપાસ કરવામાં આવી હતી.
તથ્યએ ગાડીની બ્રેક મારી જ નહોતીઃ RTO
આરટીઓ ઈન્સપેક્ટર જે.વી.ભાદાણીએ વધુમાં જણાવ્યુંકે, તપાસમાં એ વાત પણ સામે આવી છેકે, તથ્ય પટેલે ગાડીને બ્રેક મારી જ ન હતી. અકસ્માત સમયે જગુઆર કારની સ્પીડ 142 કિ.મી.ની હતી. ઓબ્જેક્ટ સાથે અથડાવાથી ગાડી લોક થઈ ગઈ અને એરબેગ ખૂલી. 7 મહિનામાં કાર માત્ર 12,000 કિલોમીટર જ ચાલી હતી. ગાડી એકદમ નવી હતી. અકસ્માત બાદ ગાડીની સ્પીડ ઓછી થઈ. આખરે જગુઆર ગાડી ઓટો લોક થઈ જતાં બ્રેક લાગી.
19 વર્ષિય તથ્ય પટેલ પાસે ક્યાંથી આવી લક્ઝુરિયસ જગુઆર કાર?
જગુઆર કાર તથ્યને ગિફ્ટમાં મળી હોવાનો મોટો ખુલાસો. તેના પિતા પ્રજ્ઞેશ પટેલે દીકરાને ગાડી ગિફ્ટમાં આપી હતી. કંપનીમાં ભાગીદાર હોવાની રીતે ગાડી ગિફ્ટમાં આપી હતી. તેના પિતાએ પોતાની કંપનીમાં ભાગીદારના નામે ગાડી દીકરાને ગિફ્ટમાં આપી હતી. 9 વ્યક્તિનો ભોગ લેનાર ગાડી દોઢ વર્ષ પહેલાં ગિફ્ટમાં મળી હતી. દોઢ વર્ષમાં 3 વખત કરી ચૂક્યો છે અકસ્માત.