આઘા રહેજો આવે છે...ગુજરાતમાં પણ થશે હિમાચલ જેવી હાલત? અંબાલાલે શું કહ્યું?
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં હિમાચલ જેવું પૂર આવે તેવી ભયાનક આગાહી : ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, ત્યાર બાદ ધડબડાટી બોલાવશે મેઘરાજા.
Gujarat Weather Forecast : ગુજરાત તરફ આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી ખાડીમાં વાવાઝોડું સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ આગાહી સાચી પડી તો આવી બન્યું સમજો. એજ કારણ છેકે, ગુજરાતમાં ફરી એક ખતરનાક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતીઓની ચિંતા વધી ગઈ છે. આગામી બે દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે, ત્યાર બાદ સ્થિતિ વિકટ બની શકે છે. આગાહીકારો જણાવી રહ્યા છે કે, 19 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. 16 તારીખ બાદ રાજ્યભરમાં અતિશય વિકરાળ સિસ્ટમ સક્રિય હશે. ત્યાર પછી પણ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. બીજી બાજુ રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ?
- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ
- નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
- વલસાડના પારડીમાં સવા ત્રણ ઈંચ વરસાદ
- નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો
- નવસારીના ચીખલીમાં 2.90 ઈંચ વરસાદ ખાબક્યો
- રાજ્યના સાત તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ
- રાજ્યના 21 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ
આ દિવસોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ-
હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.
16 જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે-
રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે.ત્યારે હવામાન વિભાગે 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદ અને 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની આગાહી કરી છે.16 જુલાઈથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, 16 જુલાઈથી 19 જુલાઈ સુધી સાર્વત્રિત વરસાદ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.16 થી 19 જુલાઈ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય આ દિવસોમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ સારો વરસાદ વર્ષી શકે છે.