નવી દિલ્હી: નીતિ આયોગના રાજ્ય ઉર્જા અને જલવાયૂ સૂચકાંકમાં ગુજરાતે મોટા રાજ્યોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. મોટા રાજ્યોની શ્રેણીમાં ગુજરાત 50.1 માર્કસ સાથે ટોચ પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ રાજ્યોની રેન્કિંગ જાહેર
આ સૂચકાંકનો હેતુ છ પરિમાણો પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેન્કિંગ કરવાનો છે, જેમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની કામગીરી, ઊર્જા કાર્યક્ષમતા અને ઊર્જાની પહોંચનો સમાવેશ થાય છે.


મધ્યપ્રદેશ અને ઝારખંડ સૌથી પાછળ
નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતબાદ કેરળ અને પંજાબનો સમાવેશ થાય છે. આ યાદીમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્ય સૌથી પાછળ રહ્યા છે. નાના રાજ્યોમાં ગોવા સૂચકાંકમાં સૌથી ઉપર છે. ત્યારબાદ ત્રિપુરા અને મણિપુરનો નંબર છે.


આ પરિમાણો પર મળે છે રેન્કિંગ
SECI ચક્ર-1 નો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છ માપદંડો પર ક્રમાંકિત કરવાનો છે. આ પરિમાણોમાં (1) પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ્સ)નું પ્રદર્શન, (2) ઊર્જાનો વપરાશ, પરવડે તેવી ક્ષમતા અને વિશ્વસનીયતા, (3) સ્વચ્છ ઊર્જા પહેલ, (4) ઊર્જા કાર્યક્ષમતા, (5) ટકાઉ પર્યાવરણ અને (6) નવી પહેલોનો સમાવેશ થાય છે. આ પરિમાણોમાં કુલ 27 સૂચકાંકોનો સમાવેશ થાય છે.


રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઇન્ડેક્સનો ઉપયોગ કરીને તેમના બેન્ચમાર્કની તુલના કરી શકશે અને વધુ સારી નીતિ પ્રણાલી વિકસાવવામાં સમર્થ હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube