બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી પરિણામ બાદ શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં બજેટના (Gujarat Budget 2021) દિવસે કોંગ્રેસના ધારાસભ્યો પણ નિરાશ હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ આજે ગૃહમાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 પ્રશ્નોતરી કાળ દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલમાં છેલ્લા 2 વર્ષમાં થયેલા ભાવ વધારા મુદ્દે સરકારે જવાબ આપ્યો જેમાં વિપક્ષે આક્રમકતાથી રજુઆત કરી હતી. કોરોના કાળ દરમિયાન સીંગતેલના ભાવમાં ડબ્બે 600 રૂપિયાથી વધારો થયો હતો, જેની સામે મગફળીનું મબલખ ઉત્પાદન અને ખરીદી કરવામાં આવી હતી. વિપક્ષનો આરોપ હતો કે મબલખ ઉત્પાદન થયું છે તો સિંગતેલના ભાવમાં સતત વધારો કેમ થયો છે, ડિસેમ્બર 2020 સુધીમાં રૂ. 600 થી વધુનો ભાવ વધારો થયા બાદ 2 મહિનામાં વધુ 400 રૂપિયાનો વધારો થયો છે. જે અંગે વિપક્ષે આકરા પ્રહાર કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષને આડેહાથ લીધું હતું. નાયબ મુખ્યમંત્રી એ દાવો કર્યો કે મગફળીના ઊંચા ભાવ સરકારે આપ્યા છે. જેનાથી ખેડૂતોની આવક વધી જેની ખુશી છે અને તેના કારણે 2 દિવસ પહેલા ભાજપ તરફી ભવ્ય પરિણામો આવ્યા છે. 


આ પણ વાંચોઃ નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, કમલમમાં નથી બનતા EVM, હાર પચાવતા શીખો


કોંગ્રેસે સરકારને આ ભાવ વધારાના કારણો પૂછ્યા હતા પણ સરકાર આ જવાબ આપવામાં નિષફળ રહી હતી, સરકારે દાવો કર્યો કે તેલીયું રાજકારણ કોંગ્રેસના સમયમાં હતું, ભાજપે તેને દૂર કરી નાખ્યું છે. 


વિપક્ષના ધારાસભ્યોએ સરકારને વળતો જવાબ આપ્યો કે લોકચુકાદો ભલે અમારી તરફેણમાં નથી આવ્યો, એનો મતલબ એવો નથી કે અમે પ્રજાના પ્રશ્નો નહીં ઉઠાવીએ. મોંઘવારીના મુદ્દે પ્રજા પરેશાન છે એ મુદ્દે અમે લડત આપતા રહીશું. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે સીંગતેલમાં 1 રૂપિયો વધે તો પણ પાણીમાં પુરીઓ તળીને વિરોધ કરતા હતા એટલે અમારા પર ખોટા આરોપ લગાવવાનું રહેવા દો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube