Narmada River : સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ કારણે ગુજરાતની જીવાદારી નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સતત વધી રહેલી જળસપાટીને કારણે 9 દરવાજા ખોલાયા છે. 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. સીઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 134.45 મીટર પહોંચી છે. પાવર હાઉસમાંથી 9 હજાર 644 ક્યુસેક પાણી છોડાયું છે. હવે ડેમ સંપૂર્ણ છલકાવાથી હવે માત્ર 4 મીટર દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, નર્મદા ડેમમાં સતત પાણીની આવકના પગલે નર્મદા બંધના 5દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે આજે પાણીની આવકમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમ સીઝનમાં પ્રથમવાર સપાટી 134.45 મીટર પર પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી 2,66,120 ક્યુસેક પાણીની આવક,નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી નર્મદા ડેમ 82 ટકા ભરાયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 4 મીટર દૂર છે, જેથી હવે પાવરહાઉસ ધમધમ્યા છે. 


આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદ


13 ગામોને એલર્ટ કરાયા
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ અને શિનોર તાલુકાના 13 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમથી પાણી છોડાતા એલર્ટ કરાયા છે. આજે 90 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડાશે. જેથી ડભોઇના નંદેરિયા, ચાંદોદ અને કરનાળી ગામોને સૂચના અપાઈ છે. શિનોરના માલસર, દિવેર, અંબાલી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. મામલતદારે તલાટી કમ મંત્રીને ગામમાં રહેવા સૂચના આપી. 


સરદાર સરોવર ડેમમાથી પાણી છોડાતા નીચાણવાળાા વિસ્તારોને એલર્ટ રહેવા સુચના અપાઈ છે. જો કે ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહિવત હોવાથી કલેક્ટરે લોકોને ભયભીત ન થવા અપીલ પણ કરાઈ છે. 


તા.૧૧-૮-૨૪ના સવારના ૬:૦૦ કલાક થી ૨ લાખ ક્યુસેક સુધી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હાલની સ્થિતિએ નર્મદાનદી ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહિવત છે. જેથી હાલ નદી કાંઠાના નીચણવાળા વિસ્તારોને માત્ર સાવચેત રહેવાનું છે. બીનજરૂરી ભયભીત થવાની  જરૂર નથી.


કોરોના બાદ ચીન લાવ્યું દુનિયા માટે મહાભયંકર ખતરો, ફરી સંકટમાં મૂકાશું આપણે