ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કાઠી સમાજનો ચૂંટણી બહિષ્કાર
ચૂંટણી ટાણે એક પછી એક સમાજનો રિસામણા મનામણાનો દોર ચાલી રહ્યો છે. હવે ચોટીલા તાલુકાના ગામોમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેરાણા, ઢોકળવા, ગોલીડા, નવાગામ, આણંદપુર સહીતના ગામોમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. પોતાનાં સમાજની દિકરીને અન્યાય થયો છે તેમ છતા પણ સરકાર દ્વારા કોઇ જ પ્રકારનો ન્યાય કરવામાં આવ્યો નહી હોવાનાં કારણે આખરે તેઓએ આખરે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
અમદાવાદ : ચૂંટણી ટાણે એક પછી એક સમાજનો રિસામણા મનામણાનો દોર ચાલી રહ્યો છે. હવે ચોટીલા તાલુકાના ગામોમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેરાણા, ઢોકળવા, ગોલીડા, નવાગામ, આણંદપુર સહીતના ગામોમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. પોતાનાં સમાજની દિકરીને અન્યાય થયો છે તેમ છતા પણ સરકાર દ્વારા કોઇ જ પ્રકારનો ન્યાય કરવામાં આવ્યો નહી હોવાનાં કારણે આખરે તેઓએ આખરે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
Porbandar માં ફરી એકવાર ધુણ્યું વિરોધનું ભૂત, જાણો કેમ લેવાયો બંધનો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલા પાસે કાઠી દરબારોની પવિત્ર જગ્યા નવા સુરજદેવળ આવેલી છે. ત્યાં અગાઉ મોટા પ્રમાણમાં કાઠીઓ એકત્ર થયા હતા. તેમના સમાજની દિકરીને થયેલા અન્યાય મુદ્દે સરકાર સામે ન્યાયની માંગ કરવામાં આવી હતી. કાઠીઓએ જણાવ્યું કે, અમે તલવારની સાથે પેન પણ ચલાવતા શીખી ગયા છીએ. લુવારામાં બુમુબા વિરુદ્ધ દાખલ થયેલા ખોટા કેસને સાંખી લેવામાં નહી આવે. જો ન્યાય નહી મળે તો અમરેલીમાં મહાસંમેલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
Jamnagar માં કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, ચૂંટણી પ્રચારમાં લલિત વસોયાએ કર્યો પૈસાનો વરસાદ
અમરેલીમાં પોલીસ કાર્યવાહીનો વીડિયો ઉતારી રહેલી એક કાઠી ક્ષત્રિય સમાજની દિકરી સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવીને તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર કાઠી સમાજમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સુરજદેવળ ખાતે મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં દરબાર, રાજપુત, ક્ષત્રિય, કાઠી સહિતનાં સમાજો એકત્ર થયા હતા અને ન્યાયની માંગ કરી હતી. જો કે ન્યાય નહી મળતા હવે કાઠી સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીસમીસ ન કરતા અને દીકરી પર લગાવેલ તમામ કલમો દુર કરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube