• ભાજપમાં જીતના એકમાત્ર માપદંડ સાથે ઉમેદવારોની પેનલ તૈયાર થશે

  • 35 થી 40% કોર્પોરેટરો બદલાશે. 4 ફેબ્રુઆરીએ નામોની થશે જાહેરાત

  • મહિલા મોરચાની સક્રિય બહેનોને ટિકિટ મળે તેવો પણ વિચારે કરવામાં આવ્યો


બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપનો ગઢ ગણાતા મહાનગરોની ચૂંટણી (Local Body Polls) માટે આજે સ્થાનિક આગેવાનો 12-12 દાવેદારોની પેનલને આખરી ઓપ આપશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ વિસ્તારો ભાજપ (BJP) ના ગઢ સમાન છે. જેના કારણે તમામ મહાનગરપાલિકાઓમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ સ્થાનિક ધારાસભ્યો અને ચૂંટણી પ્રભારીઓએ મેરેથોન બેઠકો યોજી હતી. સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને અન્યાય ન થાય તેની તકેદારી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીત અપાવે તેવા ઉમેદવારો પસંદ કરાશે 
અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad) માં પણ શહેર પ્રભારી આઈકે જાડેજાએ તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે સંકલન બેઠકો યોજીને દાવેદારો અંગે મંથન કરવામાં આવ્યું. ‘નો રિપીટ’ થિયરી (no repeat theory) ના બદલે જીતની શક્યતાના એકમાત્ર આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભાજપ પ્રમુખ સીઆર પાટીલે (cr patil) આપેલા કેટલાક સૂચનોનો ચોક્કસ અમલ જોવા મળશે. પરંતુ મોટાભાગે જીતના લક્ષ્યાંક સાથે જ ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે. 


આ પણ વાંચો : સ્વ.વિઠ્ઠલ રાદડિયાને અપશબ્દો કહ્યાં, નરેશ પટેલને કોંગ્રેસી ગણાવ્યા.. વાયરલ ઓડિયોમાં બીજું શું? 


કોર્પોરેટર કે હોદ્દેદારના ઘરમાંથી મહિલાને ટિકિટ અપાતી હતી તે આ વખતે નહિ થાય 
અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે ભાજપે 175+ નો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે આ વખતે તમામ વોર્ડમાં સ્થાનિક ચહેરાઓને પ્રતિનિધિત્વ આપવા વિચારણા થઈ રહી છે. યુવા મોરચા અને મહિલા મોરચાના આગેવાનોને પ્રાધાન્ય અપાશે. અમદાવાદ મહાનગર સંગઠન એ ભાજપનું સૌથી મોટું અને સક્રિય સંગઠન છે, ત્યારે સતત કામ કરી રહેલા આગેવાનોને ટિકિટ મળે તેવો મત સંકલન બેઠકમાં રજૂ થયો હતો. તમામ નિયમો જડતા સાથે લાગુ નહિ થાય, પણ ચાલુ કોર્પોરેટર કે હોદ્દેદારના પરિવારમાંથી ટિકિટ ન આપવાનો ચોક્કસ અમલ થશે. અત્યાર સુધી જે તે કોર્પોરેટર કે હોદ્દેદારના ઘરમાંથી મહિલાને ટિકિટ અપાતી હતી તે આ વખતે નહિ જોવા મળે. મોટે પાયે મહિલા મોરચાની સક્રિય બહેનોને ટિકિટ મળે તેવો પણ વિચારે કરવામાં આવ્યો છે. તો સાથે જ 15-20 વર્ષ કરતા વધુ સમયથી કોર્પોરેટર રહેલા લોકપ્રિય આગેવાનોને અન્ય જવાબદારી માટે પણ વિચારણા ચાલી રહી છે. 


આ પણ વાંચો : હાથી પણ પસાર થાય તોય ન તૂટે તેવા પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવ્યા અમદાવાદી યુવકે


સ્થાનિક આગેવાનો સાથેના પરામર્શ બાદ વોર્ડ દીઠ 12-12 દાવેદારોની પેનલ તૈયાર થશે. આવતીકાલથી 3 દિવસ મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં પેનલમાંથી આખરી ઉમેદવારો પર મહોર લાગશે. સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના નામો પર પહેલા મહોર લાગશે ત્યાર બાદ અમદાવાદ મહાનગરપાલિકા માટે વિસ્તૃત ચર્ચા થશે. 


જીતના એકમાત્ર લક્ષ્ય સાથે તમામ ઉમેદવારોની પસંદગી થાય તેવી શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. 6 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી 4 અને 5 ફેબ્રુઆરીએ ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે. મહાનગરપાલિકા વિસ્તારોમાં અનામત રોટેશન બદલાતા વર્તમાન 35 થી 40% કોર્પોરેટરો બદલાશે તે પણ નિશ્ચિત છે. હવે તમામ દાવેદરોની આશા પાર્લામેન્ટ્રી બોર્ડ પર રહેલી છે.


આ પણ વાંચો : પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દીધી, સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીની આત્મહત્યા