Gujarat Local Body Polls: ગુજરાતમાં જામશે બહુપાંખિયો જંગ, કોંગ્રેસને નુકસાન અને ભાજપને થશે ફાયદો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ આ વખતે અન્ય પ્રાદેશિક પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે.
ઝી બ્યૂરો, અમદાવાદ: આગામી તા.21મી ફ્રેબુઆરીના રોજ અમદાવાદ સહિત ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પ્રાદેશિક પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પાર્ટી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. બહુપાંખિયો જંગ થવાને કારણે ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે. જો કે તેનો સૌથી વધુ ફાયદો ભાજપને જ થઈ શકે છે.
ભાજપને કઈ રીતે થશે ફાયદો
અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ માટે માથાના દુ:ખાવા રૂપ બની હતી. આવા લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં કોંગ્રેસની ટિકિટ માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. હવે આપ અને AIMIM જેવા નાના પક્ષો પણ અહીં પોતાના ઉમેદવારો ઉતારવાના હોવાથી કોંગ્રેસની મતબેંકમાં મોટું ગાબડુ પડી શકે છે. જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે.
મહિલા કાર્યકરોને સૌથી વધુ નડશે ભાજપનો આ નવો નિયમ, આશા પર ફરી વળ્યું પાણી
કોંગ્રેસને કઈ રીતે થશે નુકસાન
અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સંખ્યાબંધ કાર્યકરોએ કોંગ્રેસ પાસે ટિકિટ માંગી હતી. એવામાં ટિકિટોની વહેચણીમાં કોંગ્રેસમાં ભારે કકળાટ ઉભો થયો છે. આવા વિસ્તારોમાં લઘુમતિ મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે. ટિકિટોની વહેચણીની સાથે જ કોંગ્રેસમાં કકળાટ ચરમસીમા પર પહોંચી ગયો છે. આંતરિક રાજકારણ અને જુથબંધી પણ કોંગ્રેસ માટે હંમેશાથી યક્ષ પ્રશ્ન રહ્યો છે. આ કારણોસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે છે.
‘જો બકા સાઈડ તો નહિ મળે...’ વાક્ય લખેલી બસ સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢી
અમદાવાદના આ વિસ્તારોમાં ભાજપને થશે ફાયદો
અમદાવાદમાં સરખેજ, શાહપુર, દરિયાપુર, જમાલપુર, જૂહાપુરા, દાણીલીમડા, કાલુપુર જેવા લઘુમતી પ્રભાવિત વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાય છે. જો કે આ ચૂંટણીમાં AIMIM અને AAP ના એન્ટર થવાના કારણે કોંગ્રેસના મતોમાં ભાગલા પડી શકે છે. જેના કારણે ભાજપને ફાયદો થાય તેમ મનાઈ રહ્યું છે.
રાજકોટમાં ચૂંટણી પહેલા મહિલાઓ રણચંડી બની, સશક્ત મહિલાઓને ઉમેદવાર બનાવવાની ઉઠી માંગ
ભાજપને ચૂંટણીમાં હરાવવાના નામે મેદાનમાં ઉતરી રહેલી AIMIMને માત્ર શહેરના લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં જ ફાયદો મળી શકે છે. જેના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોની હાર નક્કી જ છે. મહત્વનું છેકે, હાલ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં કુલ 20 મુસ્લિમ કોર્પોરેટર છે, જેની સંખ્યા હવે ઘટીને અડધી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube