• અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે મોડી રાત સુધી કોંગ્રેસની મેરેથોન બેઠક ચાલી

  • મોટા ભાગના વોર્ડના નામ ક્લિયર થયા છે. ત્યારે નિર્વિવાદિત બેઠકો પર થોડા સમયમાં નામની જાહેરાત થશે

  • ભૂતકાળમાં પક્ષ સાથે ગદ્દારી કરનારને ટિકિટ નહિ આપે. ગદ્દારી કરનારા કેટલાક વર્તમાન કોર્પોરેટરની પણ ટિકિટ કપાશે


ગૌરવ પટેલ/અમદાવાદ :સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) માં કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે 5 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કોંગ્રેસ (Congress) દ્વારા કરી દેવાયા છે. સુરતના 19 વોર્ડના 52 ઉમેદવારો જાહેર કરાયા છે. તો રાજકોટના 14 વોર્ડના 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે વડોદરાના 11 વોર્ડના 20 ઉમેદવાર જાહેર થયા છે. ભાવનગરમાં 10 વોર્ડના 21 ઉમેદવાર કર્યા છે. જામનગરના 7 વોર્ડના 27 ઉમેદવાર જાહેર છે. તો જામનગરમાં વોર્ડ નં 6માં એક ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જોકે, સૌથી મોટા વોર્ડ અમદાવાદના ઉમેદવારોનું નામ જાહેર કરવાના બાકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના ઉમેદવારોના નામ પર મંથન 
અમદાવાદ (ahmedabad) માં કોંગ્રેસ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરશે તેના પર સૌની નજર છે. AMCના કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે મોડી રાત સુધી કોંગ્રેસની મેરેથોન બેઠક ચાલી હતી. નિરીક્ષક નિરંજન પટેલ, સહપ્રભારી વિશ્વરંજન મોહંતી. ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં મોટા ભાગના વોર્ડના નામ ક્લિયર થયા છે. ત્યારે નિર્વિવાદિત બેઠકો પર થોડા સમયમાં નામની જાહેરાત થશે. પહેલી યાદીમાં 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર થશે. 


આ પણ વાંચો : અમદાવાદમાં આ સિનિયર નેતાઓનું પત્તું કપાઈ શકે છે, ચૂંટણીમાં ફેરવાશે કાતર 


 AMCના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્મા વોર્ડ બદલશે
જોકે, આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ભૂતકાળમાં પક્ષ સાથે ગદ્દારી કરનારને ટિકિટ નહિ આપે. ગદ્દારી કરનારા કેટલાક વર્તમાન કોર્પોરેટરની પણ ટિકિટ કપાશે. AMCના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્મા વોર્ડ બદલશે. ઈન્ડિયા કોલોનીના બદલે સરસપુરથી ચૂંટણી લડશે. અમદાવાદ મનપાની 192 બેઠકો માટે આજે કોંગ્રેસ 100થી વધુ ઉમેદવારો જાહેર કરશે. અગાઉ કોંગ્રેસે 5 મનપાના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 


આ પણ વાંચો : અમદાવાદીઓના માથા પરથી કોરોનાના ભાર હળવો થયો, બે દિવસમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નહિ 


વડોદરામાં કોંગ્રેસની રિપીટ થીયરી 
તો બીજી તરફ, વડોદરા મહાનગર પાલિકામાં કોંગ્રેસે રિપીટ થિયરી અપનાવી છે. વડોદરા મહાનગર પાલિકા માટે કોંગ્રેસે 20 ઉમેદવાર જાહેર કર્યા છે. પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તને વોર્ડ નંબર 16માંથી ટિકિટ આપી છે. જહા ભરવાડ, પુષ્પા વાઘેલા, બાળુ સુર્વે, અનિલ પરમાર, જાગૃતિ રાણા, અલ્કા પટેલને રિપીટ કર્યા છે. વોર્ડ નંબર-1માં પુષ્પાબેન વાઘેલા 3 ટર્મથી કોર્પોરેટર છે. અગાઉ તેમના પતિ રાજુ વાઘેલા 1 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા.