• મધુ શ્રીવાસ્તવે પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે પક્ષ પાસેથી ટિકિટ માંગી છે. તો તેમની પત્નીએ ત્રણ જગ્યાઓ પરથી ટિકિટ માંગી

  • ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુત્ર ધ્રુમિલ મહેતા માટે ટિકિટ માંગી

  • સાંસદ રંજન ભટ્ટે પોતાની બહેન પન્નાબેન દેસાઈને રીપીટ કરવા ભલામણ કરી


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમા ભાજપમાંથી ચૂંટણી લડવા લાઈન લાગી છે. સેન્સ પ્રક્રિયાના અંતે શહેરમાંથી 1451 કાર્યકરોએ ટિકિટ માંગી છે. સેન્સ પ્રક્રિયાના અંતિમ દિવસે 10 વોર્ડમાથી 662 કાર્યકરોએ ચૂંટણી માટે ઉમેદવાર થયા પોતાનો બાયોડેટા આપ્યો છે. શહેરના 19 વોર્ડમા 76 સીટો માટે 1451 લોકો ચૂંટણી લડવા ઉત્સુક છે. ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ હવે અંતિમ નામ પર મ્હોર મારશે. ત્યારે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (madhu shrivastav) પોતાના આખા પરિવાર માટે ટિકીટ માંગી છે. તો અન્ય નેતાઓએ પણ પોતાના પરિવારના સભ્યો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) માટે ટિકિટની માંગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધુ શ્રીવાસ્તવના પત્ની માટે 3 બેઠક પરથી ટિકિટ માંગી
વડોદરા કોર્પોરેશન (Local Body Polls) ની ચૂંટણી લડવા ભાજપ ધારાસભ્યોએ પુત્રો માટે ટિકિટ માંગી છે. જેમાં વાઘોડિયાના ભાજપ (BJP) ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે પક્ષ પાસેથી ટિકિટ માંગી છે. તો તેમની પત્નીએ ત્રણ જગ્યાઓ પરથી ટિકિટ માંગી છે. મધુ શ્રીવાસ્તવે પત્ની સવિતા શ્રીવાસ્તવ માટે જિલ્લા પંચાયતની કોટંબી, કામરોલ બેઠક, તાલુકા પંચાયતની લીમડા બેઠક પર ટિકિટ માંગી છે. તો પુત્રી નીલમ શ્રીવાસ્તવ માટે જિલ્લા પંચાયતની ગોરજ બેઠક પર ટિકિટ માંગી છે.


આ પણ વાંચો : Trending News : બરફમાં દટાયેલું 40 હજાર વર્ષ જૂનું એવું જીવ મળ્યું, કે વૈજ્ઞાનિકો પણ વિશ્વાસ ન થયો


અન્ય કયા નેતાઓએ પરિવાર માટે ટિકિટ માંગી
આ ઉપરાંત ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુત્ર ધ્રુમિલ મહેતા માટે ટિકિટ માંગી છે. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પુત્ર દિવ્યાંગ તડવી માટે ટિકિટ માંગી છે. સાંસદ રંજન ભટ્ટે પોતાની બહેન પન્નાબેન દેસાઈને રીપીટ કરવા ભલામણ કરી છે. તો પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પુત્રી માટે પક્ષને ટિકિટની માંગણી કરી છે. 


ભાજપ પરિવારવાદને પ્રાધાન્ય આપશે
ત્યારે હવે રાજકારણમાં પણ પરિવારવાદ ઘૂસ્યું છે તેવું કહી શકાય. રાજકારણમાં પણ પેઢીવાદ ચાલી રહ્યો છે. અનેક નેતાઓના સંતાનો પણ માતાપિતાને પગલે રાજકારણમાં આવી રહ્યાં છે. ત્યારે જોવું એ રહ્યું કે, ભાજપ ચૂંટણી જીતવા માટે પરિવારવાદને પ્રાધાન્ય આપે છે કે કેમ.


આ પણ વાંચો : hit and run : વતનથી રોજગારી મેળવવા નીકળેલા ચાર યુવકોના અકસ્માતમાં મોત 


વડોદરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 9 વોર્ડ પૈકી 114 લોકોએ પાલિકામાં ટિકિટની માંગણી કરી છે. નગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર 114 લોકો કરી ટિકિટની માંગણી કરી છે. છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં કોંગ્રેસમાંથી ભાજપના આવનાર લોકોએ ટિકિટ માટે દાવેદારી કરી છે. અઢી વર્ષ પહેલાં 15 કોર્પોરેટર કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં આવ્યા હતા, જેઓએ હાલ પક્ષ પાસે ટિકિટ માંગી છે.