રાત્રિ કરફ્યૂની મુદત વધશે કે પછી નવા શહેરો સામેલ થશે, આજે ગુજરાત સરકાર લેશે નિર્ણય
- આજે સુનાવણીમાં હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર લગ્ન સમારંભમાં 50 અને અંતિમ વિધિમાં 20 ની મર્યાદા ઘટાડવા પર મોટો નિર્ણય કરી શકે છે
- ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ જોતા રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે કે પછી તેમાં વધુ ગ્રામ્ય વિસ્તારનો ઉમેરો થશે તે વિશે પણ આજે નિર્ણય લેવાશે
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યુની મુદત આવતીકાલે પૂરી થાય છે. ત્યારે રાજ્ય સરકાર આજે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સાંજે કોર કમિટીની બેઠક યોજાનાર છે. ત્યારે રાત્રિ કરફ્યૂ મામલે આજે સરકાર નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં કર્ફ્યૂ (night curfew) નો સમય જે રાત્રિના 8થી સવારના 5 સુધીનો છે, એને 20 મે સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.
આ પણ વાંચો : હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : ગુજરાતમાં 15 દિવસ લગ્નપ્રસંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ
હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર નિર્ણય લઈ શકે છે
હાઇકોર્ટે (gujarat highcourt) સમક્ષ એડવોકેટ એસોસિયેશન વતી શાલીન મહેતાએ રજૂઆત કરી કે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. કોરોનાના કેસો રાજ્યમાં ઘટ્યા છે. સાથે જ તેમણે લગ્ન સમારોહમાં 15 દિવસ પ્રતિબંધ મુકવાની રજૂઆત કરી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરીની સંખ્યામાં ઘટાડો કરો. સાથે જ અંતિમયાત્રા અને અંતિમવિધિમા જોડાતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. તો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ કે, લગ્નમાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવા સરકાર વિચાર કરશે. જરૂર જણાશે તો સરકાર પગલાં લેશે. ત્યારે સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે, આજે સુનાવણીમાં હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર લગ્ન સમારંભમાં 50 અને અંતિમ વિધિમાં 20 ની મર્યાદા ઘટાડવા પર મોટો નિર્ણય કરી શકે છે. સાથે જ રાજ્યમાં લગ્ન સમારંભમાં અને અંતિમ વિધિમાં સંખ્યામાં ઘટાડો કરવા પણ નિર્ણય લેવાઈ શકે છે.
આ પણ વાંચો : 5 દિવસમાં પરિવારના 5 સદસ્યોના ગુમાવ્યા, છતાં બીજા જ દિવસે ડ્યુટી પર જોડાયા એમ્બ્યુલન્સના ડ્રાઈવર પ્રવીણભાઈ
રાત્રિ કરફ્યૂમાં શું શહેરોની સંખ્યાનો વધારો થશે
હાલ ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ છે. ત્યારે ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ જોતા રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે કે પછી તેમાં વધુ ગ્રામ્ય વિસ્તારનો ઉમેરો થશે તે વિશે પણ આજે નિર્ણય લેવાશે.
ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે. તેથી સરકાર રાત્રિ કરફ્યૂમાં નવા શહેરોનો પણ ઉમેરો કરી શકે છે તેવી શક્યતા છે.