આવામાં ક્યાંથી કોરોના જશે? ગુજરાતમાં લોકડાઉન, છતાં વહેલી સવારે લોકો મોર્નિંગ વોક પર નીકળ્યાં...
કોરોના વાયરસ (Gujarat corona) ને ફેલાવાતો અટકાવવા માટે ગઈકાલે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. ત્યારે મંગળવારની સવારે લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળેલા જોવા મળ્યા હતા. આવામાં જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહિ. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. હાલ આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Gujarat corona) ને ફેલાવાતો અટકાવવા માટે ગઈકાલે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. ત્યારે મંગળવારની સવારે લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળેલા જોવા મળ્યા હતા. આવામાં જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહિ. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. હાલ આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
લોકડાઉન છતા લોક મોર્નિંગ વોક પર નીકળ્યા
સમગ્ર ગુજરાતમાં આજથી lockdown નો પ્રારંભ થયો છે. માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે અવરજવર કરી શકાય છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળતી પણ રહેશે. જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે. ત્યારે વહેલી સવારથી ટુ વ્હીલર પર ફરતા લોકો નજરે પડ્યા હતા. તો બીજી તરફ કેટલાક લોકો માર્નિંગ વોક કરતા પણ નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા આગામી કેટલાક દિવસ મોર્નિંગ વોલ માટે પણ બહાર ન નીકળવા માટેની અપીલ કરાઈ છે.
દૂધ લેવા લોકો અંતર જાળવીને ઉભા રહ્યાં
કોરોનાથી બચવા ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. ઘરમાં રહેવાથી કોરોનાથી સૌથી વધુ સુરક્ષિત રહી શકશો. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ છે. ગુરુકુળ વિસ્તાર ખાલી રસ્તા અને માર્કેટ બંધ જોવા મળી રહ્યા હતા. ગુરુકુળ વિસ્તારના અમૂલ પાર્લર પર લોકો દૂધ દહીં લેવા ઉમટી પડ્યા હતા. પરંતુ કોરોનાનો ચેપ ન પ્રસરે તે માટે થોડું અંતર જાળવીને લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળ્યા હતા. તો સુરતમાં સવારથી લોકડાઉનની નહિવત અસર જોવા મળી હતી. લોકો હજી પણ રસ્તા પર ફરી રહ્યા હતા. ડીજીપી દ્વારા 31 મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે
રાજકોટમાં લોકો માટે પાસ ઈશ્યૂ કરાયા
લોકડાઉનને પગલે રાજકોટ પોલીસની અનોખી પહેલ જોવા મળી હતી. પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ઓરેન્જ, ગ્રીન અને બ્લ્યૂ રંગના પાસ તૈયાર કરવામાં આવ્યા છે. સોસાયટી દીઠ પસંદગી કરી પાસ ઈશ્યુ કરવામાં આવશે. સાથે જ વાહન મુક્તિ માટે અને દુકાનદારો માટે દુકાન મુક્તિ પાસ તૈયાર કરવામાં આવ્યા છે. જેમની પાસે પાસ હોય તેવા લોકો જ ઘરની બહાર કામ માટે નીકળી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...