Lok Sabha Election 2024 Date : દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. હવે રાજકીય પક્ષો સંપૂર્ણપણે ચૂંટણી જંગમાં ઉતરી ગયા છે. દેશની લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની 26 લોકસભાનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. સાથે ગુજરાતની 6 વિધાનસભાની પેટાચૂંટણીનું શિડ્યૂઅલ પણ જાહેર કરાયું છે. ગુજરાતના ત્રીજા ફેઝમાં વિધાનસભાની પૈટા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે. ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લોકસભાની ચૂંટણી ની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થશે. સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મે રોજ થશે. જ્યારે મત ગણતરી 4 જૂનના રોજ થશે. ગુજરાતમાં ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાશે.


બેઠક                  નામ                       કયાં પક્ષમાંથી રાજીનામું
વાઘોડિયા       ધર્મેન્દ્રસિંહ વાઘેલા                       અપક્ષ
માણાવદર      અરવિંદ લાડાણી                         કોંગ્રેસ
ખંભાત          ચિરાગ પટેલ                                  કોંગ્રેસ
વિજાપુર        સી.જે.ચાવડા                                કોંગ્રેસ
પોરબંદર       અર્જુન મોઢવાડિયા                       કોંગ્રેસ
વિસાવદ       ભૂપત ભાયાણી                              AAP



7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. લોકસભાની ચૂંટણીનો પરિણામ 4 જૂને રજૂ કરાશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી 19 અપ્રિલના રોજ યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે


6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
ગુજરાતની 6 બેઠકની વાત કરીએ તો આ પહેલા 4 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જ્યારે એક બેઠક પર 1 SS જીતી હતી અને 1 અપક્ષના નેતાએ જીતી હતી પરંતુ આ છ બેઠક પરથી ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતા હવે ફરી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. 


ચૂંટણી પંચ દરેક જગ્યાએ પહોંચશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારા કર્મચારીઓ ચૂંટણી માટે દરેક જગ્યાએ જશે, પછી તે પર્વત હોય કે દૂરના જંગલો. અમારે ઘોડા, હાથી કે હેલિકોપ્ટરથી જવું પડે પણ અમે પહોંચી જઈશું. દરેક મતદાર મતદાન કરે તે સુનિશ્ચિત કરવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. મતદારોએ પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.


1.8 કરોડ મતદારો પ્રથમ વખત મતદારો મતદાન કરશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રથમ વખત 1.8 કરોડ મતદારો મતદાન કરશે. 100 વર્ષથી વધુ ઉંમરના 2.18 લાખ મતદારો છે. 18 થી 29 વર્ષની વયજૂથમાં 21.5 કરોડ યુવા મતદારો છે. દેશના 12 રાજ્યોમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. 48,000 ટ્રાન્સજેન્ડર મતદારો છે. જેમાં 49 કરોડ પુરૂષ અને 48 કરોડ મહિલા મતદારો છે.


55 લાખ ઈવીએમથી મતદાન થશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડથી વધુ મતદારો છે. લગભગ 10.5 લાખ મતદાન મથકો હશે. 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. 1.5 કરોડ સત્તાવાર ચૂંટણી યોજશે.


97 કરોડ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે
ECI રાજીવ કુમારે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. 'ચૂંટણીનો તહેવાર, દેશનું ગૌરવ' આ ચૂંટણીમાં ECની ટેગ લાઇન છે. આ ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતદાન કરશે.


એક તબક્કામાં મતદાન થશે
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ક્લીન સ્વીપ કર્યું હતું. છેલ્લી ચૂંટણીમાં 23 એપ્રિલ 2019ના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. ગુજરાત પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે.


આ ગુજરાતની લોકસભા બેઠકો છે
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત , નવસારી, વલસાડ છે.


(ભાજપની પહેલી યાદીના 15 ઉમેદવાર-2 માર્ચ, 2024 )
ભાજપની પહેલી યાદીના ઉમેદવાર? 


પાટણથી ભરતસિંહ ડાભી
કચ્છથી વિનોદ ચાવડા
ગાંધીનગરથી અમિત શાહ
અમદાવાદ પશ્રિમથી દિનેશ મકવાણા
બનાસકાંઠાથી રેખા ચૌધરી
રાજકોટથી પરશોત્તમ રૂપાલા
પોરબંદરથી મનસુખ માંડવિયા
જામનગરથી પુનમ માડમ
આણંદથી મિતેશ રમેશ પટેલ
ખેડાથી દેવુસિંહ ચૌહાણ
પંચમહાલથી રાજપાલસિંહ જાદવ
દાહોદથી જશવંતસિંહ ભાભોર
ભરૂચથી મનસુખ વસાવા
બારડોલીથી પ્રભુભાઈ વસાવા
નવસારીથી સી.આર.પાટીલ


કોંગ્રેસની પહેલી યાદીના 7 ઉમેદવાર-12 માર્ચ, 2024
કોંગ્રેસે કોને ક્યાં બનાવ્યા ઉમેદવાર? 


લલીત વસોયા    પોરબંદર        
ગેનીબેન ઠાકોર    બનાસકાંઠા        
અનંત પટેલ    વલસાડ        
સિદ્ધાર્થ ચૌધરી    બારડોલી        
રોહન ગુપ્તા    અમદાવાદ પૂર્વ     
ભરત મકવાણા    અમદાવાદ પશ્ચિમ    
નીતિશ લાલન    કચ્છ    
દીવ-દમણ        કેતન પટેલ


કોણ ક્યાંથી ઉમેદવાર? 


સાબરકાંઠા     ભીખાજી ઠાકોર
અમદાવાદ પૂર્વ    હસમુખ પટેલ
ભાવનગર         નિમુબહેન બાંભણિયા
વડોદરા         રંજનબહેન ભટ્ટ
છોટાઉદેપુર     જશુભાઈ રાઠવા
સુરત         મુકેશ દલાલ 
વલસાડ         ધવલ પટેલ
પાટણ         ભરતસિંહ ડાભી
કચ્છ         વિનોદ ચાવડા
ગાંધીનગર         અમિત શાહ
અમદાવાદ પશ્રિમ     દિનેશ મકવાણા
બનાસકાંઠા     રેખા ચૌધરી
રાજકોટ         પરશોત્તમ રૂપાલા
પોરબંદર         મનસુખ માંડવિયા
જામનગર         પુનમ માડમ
આણંદ         મિતેષ પટેલ
ખેડા         દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ         રાજપાલસિંહ જાદવ
દાહોદ         જશવંતસિંહ ભાભોર
ભરૂચ         મનસુખ વસાવા
બારડોલી         પ્રભુ વસાવા
નવસારી         સી.આર.પાટીલ