Gujarat Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામનું કાઉન્ટડાઉનની છેલ્લી ઘડી ગણાઈ રહી છે. ગુજરાત લોકસભાની 25 બેઠકોના પર કોણ સત્તા સંભાળશે, કોના શિરે તાજ જશે તે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે. મતગણતરી ચાલુ થઈને ત્રણ કલાક થઈ ગયા છે, અને આ ત્રણ કલાકના પરિણામોએ તમામ રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. શરૂઆતના બે કલાકના ટ્રેન્ડમાં કોંગ્રેસ 6 બેઠકો પર આગળ ચાલી રહ્યું હતું. પરંતું બાદમાં પિક્ચર પલટાયું હતું, અને હવે 11.30 બાદના ટ્રેન્ડમાં ગુજરાતમાં એકમાત્ર પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યાં છે. પરિણામ પર નજર કરતા એમ કહી શકાય કે, કોંગ્રેસના તમામ 25 બેઠકો પર એકમાત્ર ચંદનજી ઠાકોર હુકમનો એક્કો નીકળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકમાત્ર ચંદનજીએ ભાજપને હંફાવ્યા  
શરૂઆતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જૂનાગઢ, જામનગર બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યુ હતું. શરૂઆતમાં બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર પણ આગળ ચાલી રહ્યાં હતા, પરંતું બાદમાં તેઓ પાછળ ચાલી ધકેલાયા હતા. પરંતુ ત્રણ કલાક બાદ માત્ર પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ છે. પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવારને હંફાવી રહ્યાં છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, પાટણ લોકસભા બેઠક પર 5 રાઉન્ડના અંતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર 16963 મતોથી આગળ ચાલી રહ્યાં છે. અહીં ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જોરદાર ટક્કર આપી રહ્યાં છે.


ગુજરાતના ચૂંટણી પરિણામો જોઈ ભલભલાના શ્વાસ અદ્ધર થયા, કોંગ્રેસ અહી ફાવી ગયું


મતગણતરીના લેટેસ્ટ આંકડા 


  • પાટણ લોકસભા 07 રાઉન્ડ પૂરા

  • ભરતસિંહ ડાભી - 1,83,203 મત

  • ચંદનજી ઠાકોર - 1,98,815 મત

  • 15,612 મતોથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ


મતગણતરીના લેટેસ્ટ આંકડા અનુસાર, ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો પર કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. બપોર બાદ જો પિક્ચર બદલાય તો નવાઈ નહિ. 


પાટણ અતિ મહત્વની બેઠક
અત્રે જણાવવાનું કે પાટણ એ અતિ મહત્વની બેઠકમાં ગણતરી થાય છે કારણ કે આ બેઠક પર પહેલેથી જ ઠાકોર અને દેસાઈ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. જો કે આ વખતે ભાજપે કોઈ જોખમ ન લેતા વર્તમાન ધારાસભ્ય ભરતસિંહ ડાભીને જ મેદાનમાં ઉતાર્યા. તેઓ અગાઉ ખેરાલુ બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ભરતસિંહ બીએ એલએલબી સુધી ભણ્યા છે. 68 વર્ષના ભરતસિંહ ડાભીને આ વખતે બીજીવાર તક મળી. આ પહેલા તેઓ 2007, 2012 અને 2017માં સળંગ ત્રણવાર વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપે પહેલીવાર 2019માં કોંગ્રેસના મજબૂત ઠાકોર નેતા જગદીશ ઠાકોર સામે લોકસભા ચૂંટણી લડાવી અને તેઓએ 1.93 લાખની જંગી જીતથી ચૂંટણી જીતી પણ લીધી. 


Gandhinagar Lok Sabha Chunav Result: ગાંધીનગરમાં અમિત શાહ જંગી લીડથી જીત તરફ



કોણ છે ચંદનજી ઠાકોર
બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની વાત કરીએ તો તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વ્યવસાયે બિલ્ડર છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા એક ભામાશા તરીકે છે. સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. ચંદનજી ઠાકોર કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેઓએ ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસને હરાવ્યા હતા. તેઓ ધોરણ 10 પાસ છે.