વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌથી લાંબા બ્રિજની વડોદરાવાસીઓને ભેટ આપી છે. વડોદરામાં 230 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 3.5 કિલોમીટર લાંબા બ્રિજનું લોકાર્પણ કરાયું છે.  જેને લઈને ટ્રાફિકની સમસ્યા હવે હળવી બનશે. આજે વડોદરામાં રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના સૌથી લાંબા અટલ બ્રિજનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અટલબિજ પર બે સ્થળોએ ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અપાઈ છે. અટલ બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બનશે. આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. બ્રિજના લોકાર્પણ બાદ CMનો કાફલો સૌપ્રથમ વાર બ્રિજ પરથી પસાર થયો હતો. અટલ બ્રિજની મુલાકાત બાદ સયાજીનગર ગૃહ ખાતે મુખ્યમંત્રી સયાજીનગર ગૃહમાં જન સંબોધન કર્યું.



CM ભુપેન્દ્ર પટેલે સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ જણાવ્યું હતું કે, મંચ પર ઉપસ્થિત તમામનો મુખ્યમંત્રીએ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, વડોદરાવાસીઓએ ચૂંટણીમાં રંગ રાખ્યો છે. બ્રિજમાં લેટ થયું પણ નરેન્દ્રભાઇ પરનો વિશ્વાસ દેખાડી દીધો છે. નાના માણસો કલેકટર કે કમિશનર ઓફિસ જાય અમે તેમની માંગણી સાંભળીશું. તમામ 8 મહાનગરોને સીએમ ડેસ્ક સાથે જોડી દીધું છે. અમે જનતાના પ્રશ્નો સાંભળીશું અને તેનો ઉકેલ લાવીશું. 


ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમે ફેમીલી કાર્ડ યોજના લાવી રહ્યા છે. દરેક કામ માટે અલગ અરજી અને ડોક્યુમેન્ટ ના આપવું પડે એટલે આ યોજના લાવીશું. જેમાં 10 લાખ સુધીની યોજના લાવીશું. જેનાથી કોઈને તકલીફ ના પડે. દરેકે દરેક રોડ રસ્તા છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. જે કહેવું એ કરવું આ જ રીતે ગુજરાતનું ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. આજે વાઈબ્રન્ટ થકી સહુને વેપાર ધંધો મળ્યો છે. આજે પણ ગુજરાત રાજ્ય નંબર 1 છે. 


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે. વિકાસ કામોમાં ડબલ એન્જીનની સરકાર વધુને વધુ સ્પીડે કઈ રીતે ચાલી શકે તે માટેનો પ્રયત્ન અમે તમારા સાથ અને સહકારથી કરવા માંગીએ છીએ. અમે જેના ખાતમુહૂર્ત કર્યા છે એના લોકાર્પણ પણ અમે જ કાર્ય એ કાર્ય પ્રણાલી અમે અપનાવી રહ્યા છે.


વડોદરા કોર્પોરેશને આ બ્રિજને ‘અટલ બ્રિજ’ નામ આપ્યું છે. જેના પર વડોદરાવાસીઓ મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીનું અંતર હવે 25 મિનિટના બદલે 5 મિનિટમાં કાપી શકાશે. જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે. લોકાર્પણ પૂર્વે અટલબ્રિજ પર પહેલીવાર રોશની કરાઈ હતી. ત્યારે આકાશમાંથી આ દ્રશ્ય વડોદરાએ નેકલેસ પહેર્યો હોય તેવુ તાદ્દશ થતુ હતું. ત્યારે ડ્રોનથી લેવાયેલા વિઝ્યુઅલમાં જુવો કેવો દેખાય છે રાજ્યનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ.