ગુજરાતે વધારે એક રાજ્યસભા સાંસદ ગુમાવ્યા, ભાજપના દિગ્ગજ નેતા અભય ભારદ્વાજનું CORONA ને કારણે નિધન
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જો કે તેમના ફેફસા પર ગંભીર અસર થતા તેમની સ્થિતી ખુબ જ નાજુક હતી. તેઓને રાજકોટમાં સારવાર આપ્યા બાદ ચેન્નાઇ ખાતે લઇ જવાયા હતા. જ્યાં તેમની તબીયત ધીરે ધીરે સુધારા પર હોવાનું સામે આવ્યું હતું. જો કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમનું મોત નિપજ્યું હોવાની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં નિધન બાદ વધારે એક ગુજરાતી દિગ્ગજ નેતાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
રાજકોટ: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જો કે તેમના ફેફસા પર ગંભીર અસર થતા તેમની સ્થિતી ખુબ જ નાજુક હતી. તેઓને રાજકોટમાં સારવાર આપ્યા બાદ ચેન્નાઇ ખાતે લઇ જવાયા હતા. જ્યાં તેમની તબીયત ધીરે ધીરે સુધારા પર હોવાનું સામે આવ્યું હતું. જો કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમનું મોત નિપજ્યું હોવાની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં નિધન બાદ વધારે એક ગુજરાતી દિગ્ગજ નેતાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
દક્ષિણમાં ડાંગરનું મબલખ ઉત્પાદન થતા જ વેપારીઓ ખેડૂતોનું શોષણ શરૂ કર્યું
ગુજરાતે વધારે એક રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે. રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો. 2 મહિનાથી તેમની કોરોનાની ચેન્નાઇ ખાતે સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાનમોદી દ્વારા ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારદ્વાજ તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા હતા. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર ચાલી રહી હતી. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી.
દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ઘટના સ્થળે જ 4 લોકોનાં મોત
લવ જેહાદ વિરુદ્ધ ગુજરાતમાં પણ આવે કાયદો, આ દુષણ રાજ્યમાં વધી રહ્યું છે: શૈલેષ મહેતા
અભય ભારદ્વાજની હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર અનેક દિવસથી રાખવામાં આવ્યા હતા. દૂરબીનની મદદથી અભય ભારદ્વાજની શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતુ. જોકે, લોહીના ગઠા દૂર કરવા ECMO ટ્રીટમેન્ટ આપવામા આવી રહી છે. પરંતુ હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો જોવા મળતા તેમને આપવામાં આવતી ECMO ટ્રીટમેન્ટના લેવલમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube