LRD ભરતી મુદ્દે મોટા સમાચાર: 11 હજાર જગ્યા માટે કેટલા ઉમેદવારોએ અરજી કરી, આંકડો જાણી ચોંકી જશો
LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે.
ઝી ન્યૂઝ/બ્યૂરો: ગુજરાતના યુવાનો માટે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જે યુવાનો પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ અહેવાલ જાણવો જરૂરી બની જાય છે. લોકરક્ષક દળની ભરતી મામલે આજે એક મોટા સમાચાર છે. LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે.
પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)ની ભરતી માટે હાલ કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી પરંતુ જ્યયારે દસ્તાવેજ ચકાસણી થશે ત્યારે તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આવતીકાલે LRD ભરતીની અરજી કરવાનો છેલ્લો દિવસ છે, જેના કારણે આજ રાત સુધીમાં અરજી કરવા હસમુખ પટેલે તમામ ઉમેદવારોને અપીલ કરી છે. અત્યાર સુધીમાં 11,13,251 ઉમેદવારોએ અરજી કરી હોવાનું તેમણે જણાવ્યું છે. જેમાં 8,68,422 ઉમેદવારોની અરજી સ્વીકારાઈ છે. જેમાં 6,35,008 પુરુષ ઉમેદવારોએ LRD ભરતીની અરજી કરી છે અને 2,33,414 મહિલા ઉમેદવારોએ LRD ભરતી માટે અરજી કરી છે. આ સિવાય રાજ્યમાં ચાર વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે એવી જાહેરાત અગાઉ કરાઈ હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube