Mahisagar News મહીસાગર : મહીસાગરમાં આવેલા એક ગામે એવું કંઈક કર્યુ છે જેનાથી તેના ચારેતરફ વખાણ થઈ રહ્યાં છે. બાલાસિનોર તાલુકાની સલીયાવડી ગ્રામ પંચાયતની ગાંધી જયંતિથી એક અનોખો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં દીકરીના જન્મ પર 2100 રૂપિયા આપવાના અને 51 વૃક્ષો વાવવાના. તેમજ જો ગામમાં કોઈનું મૃત્યુ થાય તો 11 વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવાયો છે. આ મહત્વના નિર્ણયો સાથે જ સલીયાવડી ગામ ગુજરાતનું અનોખું બન્યું છે. જે દીકરીના જન્મને અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહીસાગરના બાલાસિનોર તાલુકાના સલીયાવડી ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સરપંચ રાહુલસિંહ ઝાલા દ્વારા નિર્ણય લેવાયો કે, ગામમાં કોઈ પણ દીકરીનો જન્મ ઉજવાશે. ગામમાં કોઈ કુટુંબમાં દીકરીનો જન્મ થશે તો ગ્રામ પંચાયત તે પરિવારને 2100 રૂપિયા આપવાનો સંકલ્પ લેવાયો છે. આ સાથે જ ગામને હર્યુભર્યુ બનાવવા માટે પણ બીજો એક નિર્ણય લેવાયો છે. દીકરીના જન્મ પર ગામની આસપાસ 51 વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવાશ.


સુરતના સોલંકી પરિવારને ધરમ કરતા ધાડ પડી, નજીકના જ વ્યક્તિએ દીધો દગો


ગામમાં આજે દીકરીનો જન્મ થતા ગ્રામ પંચાયતના સરપંચ તરફથી 2100 રૂપિયા ભેટ આપવામા આવી હતી. તેની સામે તેના જન્મ દિવસે 51 વૃક્ષ ઉગાડયા હતા. તો સાથે જ ગામમા કોઈનું મૃત્યું થાય તો 11 ઝાડ ઉગાડવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે.


સલીયાવડી ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરી, જેની ચારેતરફ સરાહના થઈ રહી છે. સરપંચ રાહુલસિંહ ઝાલા અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઘરે જઈ પરિવારને 2100 રૂપિયા આપ્યા હતા. ત્યારે મદદનો આ પ્રવાહ હવે આગળ ચાલુ રહેશે. 


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીની થશે શરૂઆત