ગાંધીનગરમાં વધુ એક આંદોલન, ધરણા પર ઉતરે તે પહેલાં કર્મચારીઓની અટકાયત
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક નવું આંદોલન શરૂ થયું છે. આજે ગુજરાત મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરી રહ્યા છે. હકીકતમાં ગુજરાત મજદૂર સંઘ સાથે જોડાયેલા સંગઠનો પોતાની અનેક માગણીઓ રજૂ કરીને ધરણા કરવાના છે.
ગાંધીનગર : ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક નવું આંદોલન શરૂ થયું છે. આજે ગુજરાત મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરી રહ્યા છે. હકીકતમાં ગુજરાત મજદૂર સંઘ સાથે જોડાયેલા સંગઠનો પોતાની અનેક માગણીઓ રજૂ કરીને ધરણા કરવાના છે. જેમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ, ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી સંઘ તેમજ ઇએમઆરઆઇ ૧૦૮ કર્મચારી મંડળ પોતાની વિવિધ માંગ રજૂ કરીને ધરણા યોજી રહ્યા છે. ત્યારે કર્મચારીઓ ધરણા કરે તે પહેલાંજ તેમની પોલીસ કરી અટકાયત કરી લીધી હતી. ગુજરાત મજદૂર સંગઠનના પ્રમુખની અટકાયત કરીને તમામને જીલ્લા પોલીસ ભવન ખાતે લઇ જવામાં આવ્યા છે.
આંગણવાડી કર્મચારીઓની માંગણીઓ
આંગણવાડી કાર્યકર્તા કર્મચારી અને હેલ્પર બેહનોને સરકારી કર્મચારી જાહેર કરવા
કાર્યકર્તાને ૧૮૦૦૦ અને હેલ્પર બેહનોને ૧૫૦૦૦ નો પગાર આપવો
કર્મચારીઓને મેડીકલ પીએફ ગ્રેજ્યુઈટીના લાભ આપવા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંગણવાડી બેહનોને નિવૃતિ સમયે પોણા બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી તેનો અમલ થાય
આંગણવાડીનો સમય ૧૧ થી ૩ નો કરવો
કર્મચારીઓના પગારમાં દર વર્સે વધાર કરવો
આશા ફેસીલીટર બેહનોને ૨૦ વિઝીટના ૪૦૦ ના બદલે ૧૦૦૦ રૂપિયા આપવા
આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારીના લાભ આપવા
બોર્ડ નિગમના કર્મચારીઓની માંગ
બોર્ડ નિગમના કર્મચારીઓને ૧ જાન્યુઆરી ૨૦૧૬થી છઠ્ઠા પગારપંચનો લાભ આપવો
સરકારે જાહેર કરેલી માંઘવારી આપવી
વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓની ભરતી કરવી
ફિક્સ પગાર ૨૫૦૦૦ કરવો અને તેમને કાયમી કર્મચારી ગણવા
કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગ બંધ કરવા
ચાલુ ફરજ દરમ્યાન કર્મચારી મૃત્યુ પામે તો તેના વારસદારને રેહમરાહે નોકરી આપવી
ઇએમઆરઆઇ ૧૦૮ના કર્મચારીઓની માંગ
૧૦૮ ના કર્મચારીઓના નિયમો નક્કી કરવા
શ્રમ કાયદાઓ પ્રમાણે લઘુત્તમ વેતન મેડીકલ પીએફ ઓવરટાઇમ સહિતના લાભ આપવા
સામાજિક સુરક્ષા અને વેલ્ફેર સહિતની સુવિધાઓ આપવી
મહિલા કર્મચારીઓને વતનના નજીક ડ્યુટી આપવી મેટરનીટી લીવ આપવી
હાઇકોર્ટ અને લેબર કોર્ટમાં કેસ જીતી ગયેલ કર્મચારીને તાત્કાલિક ફરજ પર લેવામાં આવે
આ પડતર માંગણીઓ સાથે પાંચ હજારથી વધારે કર્મચારી ૩ માર્ચે સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતિક ધરણા કરશે
ધરણા બાદ સરકારના પ્રતિનિધિને આવેદન પત્ર આપશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube