Extra Marital Affair: ચિંતાજનક, ગુજરાતમાં પરણિત મહિલાઓ વધી રહ્યો છે લગ્નેત્તર સંબંધનો ટ્રેન્ડ, આંકડામાં આ 4 શહેર આગળ
Love Relationship: પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં વિશ્વાસનું ખુબ મહત્વ છે. જ્યારે બંનેમાંથી એક વ્યક્તિનો પગ વિશ્વાસના કુંડાળામાંથી બહાર પડી જાય પછી પરિવારનું ધનોત પનોત નીકળતા વાર લાગતી નથી. ગુજરાતમાં પરણિત મહિલાઓમાં કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે લગ્નેત્તર સંબંધનો ટ્રેન્ડ? જાણો ખાસ અહેવાલ.
Love Relationship: પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં વિશ્વાસનું ખુબ મહત્વ છે. જ્યારે બંનેમાંથી એક વ્યક્તિનો પગ વિશ્વાસના કુંડાળામાંથી બહાર પડી જાય પછી પરિવારનું ધનોત પનોત નીકળતા વાર લાગતી નથી. ગુજરાતમાં પરણિત મહિલાઓમાં કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે લગ્નેત્તર સંબંધનો ટ્રેન્ડ? જાણો ખાસ અહેવાલ.
Extra Marital Affair: પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં વિશ્વાસનું ખુબ મહત્વ છે. જ્યારે બંનેમાંથી એક વ્યક્તિનો પગ વિશ્વાસના કુંડાળામાંથી બહાર પડી જાય પછી પરિવારનું ધનોત પનોત નીકળતા વાર લાગતી નથી. ક્યારેક તો બાળકો ઉપર પણ તેની માઠી અસર જોવા મળતી હોય છે. ગરવી ગુજરાતમાં એક એવી ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના વિશે ચર્ચા કરવી જરૂરી બની જાય છે. રાજ્યમાં એક હેલ્પલાઈન નંબર પર આવતી લગ્નેત્તર સંબંધો સંલગ્ન ફરિયાદોમાં અચાનક અઢી ગણો વધારો જોવા મળ્યો છે. કોવિડ કાળથી આ ટ્રેન્ડ વધવાનો શરૂ થયો છે અને એમા પણ તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
લગ્નેત્તર સંબંધના આ ટ્રેન્ડમાં તેજી કેમ જોવા મળી રહી છે તેની પાછળનું કારણ પણ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જે ઝડપથી વધી રહ્યો છે તેટલું જ ઝડપથી આ સમસ્યાઓમાં તેજી જોવા મળી રહી છે. નવી નવી ડેટિંગ એપ આવી રહી છે. આ એપ દ્વારા ઘરની ચાર દિવાલોમાંથી બહાર જઈને ખુશીઓ મેળવવાની તલબ વધી રહી છે.
'અભયમ'ના આંકડા ચિંતાજનક
મહિલા હેલ્પલાઈન 181 અભ્યમના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. હેલ્પલાઈન પર દરેક કલાકે કોઈ એક એક્સ્ટ્રા મેરિટલ અફેર સંલગ્ન કેસ રેકોર્ડ થઈ રહ્યો છે. 2018થી 2022 દરમિયાન હેલ્પલાઈન પર આવનારી ફરિયાદોમાં તેજીથી વધારો જોવા મળ્યો છે. 2018માં હેલ્પલાઈન પર આ પ્રકારની 3837 ફરિયાદો જોવા મળી હતી જ્યારે ગત વર્ષ એટલે કે 2022માં આ સંખ્યા વધીને 9382 પર પહોંચી ગઈ. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં લગ્નેત્તર સંબંધોમાં અઢી ગણો વધારો જોવા મળ્યો.
Viral Video: બાઈક પરથી માતા પિતા પડી ગયા, અડધો KM સુધી બાળક એમ જ બેઠું રહ્યું...
Viral Video: વીડિયો બનાવવા વાઘરૂપી ખતરા સાથે ખેલ્યા આ ભાઈ...પછી જુઓ શું થયું..
અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો,જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા!
આ કારણો જવાબદાર?
ઘરેલુ હિંસા અને યૌન શોષણ બાદ સૌથી વધુ રિકોર્ડ થનારા કેસ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ સંલગ્ન હોય છે. આ સાથે જ આવા કેસ ગુજરાતના એવા ચાર શહેરોથી સામે આવી રહ્યા છે જેની ગણતરી મોટા શહેરોમાં થાય છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સામેલ છે. આંકડા મુજબ વર્ષ 2022માં જે 9382 અફેર સંલગ્ન કેસ નોંધાયા તેમાંથી 4426 કેસ આ ચાર શહેરોમાંથી છે.
ડેટિંગ એપ પણ કારણભૂત!
આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ડેટિંગ એપ્સનું પ્રભુત્વ પણ વધી રહ્યું છે. ગત વર્ષ કોવિડ કાળ બાદ આ પ્રકારની એપની સંખ્યા એકદમ ઝડપથી વધવા લાગી. આ સિવાય સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ખુબ ઝડપથી વધી રહ્યો છે. જેના દ્વારા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધી રહ્યા છે. અનેક સંબંધોમાં પરિવારના જ કોઈ નીકટના સભ્ય, વર્કિંગ પ્લેસમાં કોઈ કો વર્કર, મિત્ર કે ઓનલાઈન ફ્રેન્ડ સાથે વાત વાતમાં નીકટતા વધી જાય છે. ત્યારબાદ જ્યારે આ સંબંધોમાં સમસ્યાઓ ઊભી થાય ત્યારે મદદ માટે આ મહિલાઓ હેલ્પલાઈન નંબરો પર કોલ કરે છે જેનાથી આ સમગ્ર વિગતોનો ચોંકાવનારો ખુલાસો થાય છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube