• ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોનાના તમામ નિયમોથી મળી શકે છે મુક્તિ

  • મધ્યપ્રદેશ હટાવ્યા છે તમામ પ્રતિબંધો

  • માર્ચમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પણ નિયમો હટાવે તેવી પૂરી શક્યતા


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના લોકોને માર્ચ મહિનામાં કોરોનાના તમામ નિયમોમાંથી મુક્તિમળી શકે છે. મધ્યપ્રદેશ સરકારે કોરોના મહામારીના કારણે લગાવેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ત્યારે સરકાર માર્ચ મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ નિયમો હટાવી શકે છે. જેથી રાજ્યમાં કોરોના ગાઈડલાઈન ફેબ્રુઆરી મહિનાના અંત સુધી રહી શકે છે. મહારાષ્ટ્રમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. જેથી મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લગતા પ્રતિબંધોમાં ઢીલ મૂકી શકે છે. ગુજરાતમાં કોરોના પ્રતિબંધોમાંથી નાગરિકોને રાહત મળી શકે છે. હાલમાં જ ગુજરાત સરકારે નાઈટ કર્ફ્યૂ ધરાવતા શહેરોમાં કર્ફ્યૂનો સમય ઘટાડ્યો હતો. હવે આ ગાઈડલાઈન ફેબ્રુઆરીના અંત સુધી જ રહે તેવી શક્યતા છે. જેથી માર્ચની શરૂઆતમાં નવી ગાઈડલાઈન આવશે, જેમાં તમામ નિયંત્રણોમાંથી મુક્તિ મળી શકે છે. જો કે આગામી સમયમાં આવતા હોળી સહિતના તહેવારોમાં કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કેસ ઘટ્યા
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 367 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 902 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,06,445 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,86,089 રસીના ડોઝ અપાયા હતા. 


આ પણ વાંચો : ગુજરાતના પ્રેમીઓને ઘેલુ લાગ્યું, ગ્રીષ્મા બાદ સુરતની વિદ્યાર્થીની પાછળ પ્રેમીએ શાળામાં જઈને તાયફો કર્યો 


ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. આજે મળનારી બેઠકમાં વિવિધ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં આગામી બજેટ સત્રની તૈયારીઓ અંગે તેમજ કેબિનેટની ગરીબ કલ્યાણ મેળા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજાનાઓની પણ સમીક્ષા કરવામાં આવશે. આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસની તૈયારીઓ મુદ્દે પણ આજે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.


પીએમ મોદીની ગુજરાત મુલાકાત પહેલા મીટિંગ
PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે મહત્વની બેઠક મળશે. જેમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો અને તમામ જિલ્લા પ્રમુખો હાજર રહેશે. જેમા પીએમ મોદીના માર્ચ મહિનાના પ્રવાસો અંગે ચર્ચા થશે. PMની હાજરીમાં 4 થી 5 કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી 11 માર્ચે ગુજરાત આવી રહ્યા છે અને તેઓ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કરશે અને PMના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને સુરતમાં પણ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે પીએમ મોદી નડા બેટની પણ મુલાકાત લઈ શકે છે. આ સાથે જ પીએમ મોદી ખેલ મહાકુંભ કે અન્ય સરકારી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી લાંબા સમય બાદ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી શકે છે. ત્યારે આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે મહત્વની બેઠક મળી રહી છે.