અમિત રાજપૂત, અમદાવાદ: કોરોના (Corona Virus) ના કારણે લોકડાઉનમાં મોટાભાગની સેવાઓ બંધ કરી દેવાઈ હતી. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ હતી. ત્યારબાદ અનલોક ફેઝ ચાલુ થયો અને તે અંતર્ગત હવે આજથી મેમુ ટ્રેન (Memu Train) ની શરૂઆત થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કઈ કઈ ટ્રેનો શરૂ...


- સાબરમતી-પાટણ અને અસારવા હિંમતનગર વચ્ચેની મેમુ ટ્રેનની શરૂઆત.


- વડોદરા-જામનગર વચ્ચે વિશેષ ટ્રેન આજથી શરૂ થશે.


આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે અપડાઉન કરતા મુસાફરોને ટિકિટ ઉપરાંત વધુ 15 રૂપિયા વધુ રિઝર્વેશન ચાર્જ તરીકે ચૂકવવા પડશે. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા, મહેસાણા હિંમતનગર, સાબરમતી-મહેસાણા, મહેસાણા આબુરોડ વચ્ચેની મેમુ ટ્રેન (Memu Train)  આવતીકાલથી શરૂ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube