અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તરના પવનોને કારણે હજુ પણ ઠંડીનો પારો ગગડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરી છે કે 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે ઠંડી વધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 14 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે ઠંડી વધી છે. ગુજરાતમાં 09 શહેરોમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં હજુ પણ ઠંડીનો પારો ગગડશે. ડિસેમ્બરના અંતમાં ઠંડીના જબરદસ્ત ચમકારાનો અહેસાસ થવા લાગ્યો છે. 


હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણું કરી લઈ રહ્યા છે, સાથે જ લોકો શિયાળાની શીત લહેરની મજા પણ માણી રહ્યા છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે. રાજ્યમાં 15 કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ તાપમાનનો પારો ગગડશે. ઉત્તરના પવનોને કારણે હજુ પણ ઠંડીનો ચમકારો વધશે. આગામી સપ્તાહે હજુ બે-ત્રણ ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 


આ શહેરોમાં ઠંડી વધી
14 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે, જ્યારે નલિયા, ડીસા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેરો બન્યા છે. ભુજમાં 12, નલિયામાં 8, કંડલામાં 8, ભાવનગરમાં 13, પોરબંદરમાં 12, રાજકોટમાં 10, વેરાવળમાં 14, દીવમાં 11, સુરેન્દ્રનગરમાં 11, મહુવામાં 10, ડીસામાં 10, ગાંધીનગરમાં 9, વડોદરામાં 11, સુરતમાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.


25 ડિસેમ્બર બાદ ઠંડી વધે તેવી આગાહી
ગુજરાતમાં ઠંડા પવનોને કારણે શીતલહેર નું મોજું ફરી વળ્યું છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીએ તેનો અસલ મિજાજ બતાવવાનો શરૂ કરી દીધો છે. જેથી શહેરીજનો દિવસભર ઠૂંઠવાયા હતા. ઉત્તર પર્વતીય દેશોમાં હિમવર્ષાની શકયતાને પગલે આગામી દિવસોમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ડિસેમ્બરના અંતમાં વધુ ઠંડી પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.


10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે ઠંડીનું જોર વધ્યું
શનિવારે સવારે ઠંડીએ અસલી મિજાજ બતાવ્યો હતો. ઠંડા પવનોને પગલે ગુજરાતીઓ બરાબર ઠૂંઠવાયા છે. લોકો સવારથી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરીને ફરતા જોવા મળ્યા હતા. કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા છતાં તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ઠંડી જમાવટ કરી રહી હતી.