Pavadadh District Demand : તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 25 સીટ જીતશે તેવી ભવિષ્યવાણી કરી હતી, અને તેના થોડા દિવસોમાં જ સુરત બેઠક બિનહરીફ થઈ હતી. તેમના આ નિવેદનની ભારે ચર્ચા થઈ હતી. ત્યાર હવે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના એક નિવેદનથી આવી જ એક ચર્ચા ઉપડી છે. કુંવરજી બાવળિયાએ આજે પોતાના વક્તવ્યમાં પંચમહાલ જિલ્લાની જગ્યાએ પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. પંચમહાલ જિલ્લાથી પાવાગઢ જિલ્લાને અલગ કરવાની ભારે ચર્ચાઓ વચ્ચે કુંવરજીનું આ નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. શું કુંવરજીએ જાણી જોઈને જ પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો કે ભૂલથી ઉલ્લેખ થયો, તે અંગે પણ હાલોલ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું. પાવાગઢને નવો જિલ્લો બનવાની અટકળો છેલ્લા કેટલાક સમય પંચમહાલમાં ચાલી રહી છે, ત્યારે કુંવરજીનું આ નિવેદન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. શું કુંવરજીએ અલગ જિલ્લાનો અંદેશો આપ્યો છે તેવી લોકચર્ચા શરૂ થઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંવરજીએ પાવાગઢ જિલ્લો કહ્યું
હાલોલ નગરપાલિકા ખાતે રાજ્યના કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સીવીક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુંવરજી બાવળિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં હાલોલ પંચમહાલ જિલ્લામાં આવેલું હોવા છતાં પાવાગઢ જિલ્લો એમ ઉદ્દેશી શરૂઆત કરી હતી. જેથી પાવાગઢ અલગ જિલ્લો બનવાની કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ચર્ચાઓ હવે વેગવંતી બની છે. 


નવુ ટુરિઝમ હબ બનશે ઉત્તર ગુજરાતનો આ ડેમ, પહાડીઓ વચ્ચે બનશે કાચનો પુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ઝાંખુ પડશે


સ્થાનિક ચર્ચા શરૂ થઈ 
કેબિનેટ કક્ષાના મંત્રી દ્વારા ભૂલથી પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે, અલગ જિલ્લાનો કોઈ અંદેશો આપ્યો જેવી ચર્ચા હાલ આંતરિક રાજકારણમાં સ્થાન લઈ રહી છે. જોકે પાવાગઢ જિલ્લા અંગે કોઈ જાહેરમાં બોલવા હાલ તૈયાર નથી. પરંતુ આંતરિક ગતિવિધિઓ તેજ હોવાનું કહેવાય છે. 


તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની 31 નગરપાલિકામાં મુખ્યમંત્રીના હસ્તે આજે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેની સાથે હાલોલ નગરપાલિકામાં પણ શરૂ થયું છે. જે જનપયોગી બની રહેશે. વધુમાં તેઓએ પાંચ વર્ષ અગાઉ ભૂગર્ભ ગટર યોજનાનું ખાત મુહૂર્ત કરાવ્યું હતું એ પ્રસંગને યાદ કરી જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની કામગીરીમાં મોડું થયું છે. જેમાં થોડી ત્રુટીઓ હતી જે દૂર કરી છે અને થોડી તકલીફ પડી હશે. પરંતુ જે દૂર કરવા અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી છે. જેથી સમસ્યાઓ આગામી દિવસોમાં દૂર કરી લોકાર્પણ કરવામાં આવશે. હાલોલમાં પીવાના પાણી અંગેની રજુઆત મળી છે જે અંગે પણ જરૂરી કામગીરી કરવામાં આવશે એમ જણાવ્યું હતું


નર્મદામાં થયેલા સરકારી અનાજ કૌભાંડ અંગે પૂછતાં કુંવરજી બાવળિયએ કોઈપણ સડોવાયેલું હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે કોઈને છોડવામાં નહિ આવે એમ જણાવ્યું હતું.


ગાંધીનગરના ગિફ્ટ સિટી પછી હવે સુરતમાં બિન્દાસ્ત પીઓ દારૂ, ગુજરાત હવે ડ્રાય સ્ટેટ નથી