ગાંધીનગર : રાજ્યમાં ફરી એકવાર માથુ ઉંચકી રહ્યો છે. જેમાં નાના મોટા સૌકોઇ તેની ઝપટે ચડી રહ્યા છે.  ભાજપનાં પક્ષ પ્રમુખ પણ ઝપટે ચડી રહ્યા છે. કોરોનાના સેકન્ડ વેવમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની સ્થિતી વિકટ બની રહી છે. ત્યારે ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવે કોરોના સંક્રમિત થયાના સમાચાર મળી રહ્યા છે. તેમને સારવાર માટે શહેરની યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત હોવાની જાણે તેમણે ટ્વીટ કરીને આપી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિભાવરીબેન દવેએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકો સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા મારી અપીલ છે. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. બીજી તરફ સરકાર ખાસ કરીને સંગઠન દ્વારા જાહેર તાયફાઓ બંધ કરવા દેવા માટે આદેશ અપાઇ ચુક્યા છે. તેવામાં મંત્રીઓ પણ એક પછી એક કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube