Rushikesh Patel Angry On Amit Shah : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. હાલમાં રાજ્યભરમાં પ્રભારીઓ સાથેની બેઠકો થઈ રહી છે. આ બેઠકોમાં માઈક્રોપ્લાનિંગ કરાઈ રહ્યું છે. ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાના પ્લાનિંગ સાથે આયોજન કર્યું છે . પાર્ટીએ દરેક બેઠક માટે 5 લાખની લીડ નક્કી કરી છે. આ માટે ભાજપ ઓપરેશન લોટસ પણ ચલાવી રહી છે. ગુજરાતમાં ભાજપે અન્ય પાર્ટીઓના કદાવર નેતાઓને ભાજપમાં ખેંચી લાવવા માટે એક કમિટી પણ બનાવી છે. આ સમયે જ એક એવી ઘટના ઘટી છે જે ચર્ચામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષિકેશ પટેલને બોલાવવાનું ભૂલાઈ ગયું
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ જિલ્લાના પ્રભારી છે લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ લોકસભા બેઠકના માઇક્રો પ્લાનિંગ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોઈ કારણોસર ઋષિકેશ પટેલને બોલાવવાનું ભૂલાઈ ગયું હતું. આખરે આ અંગેની જાણ થતાં તાબડતોડ ઋષિકેશ પટેલ છેલ્લી ઘડીએ બેઠકમાં પહોંચ્યા હતા અને ભાજપના આગેવાનોને રીતસર ઉધડો લીધો હતો. જેઓને એડવાન્સમાં આ મામલે જાણ કરવા માટે પણ ટકોર કરી હતી. અમદાવાદ લોકસભાની બેઠકનો પ્રભાર ઋષિકેશ પટેલના હાથમાં છે.


ગાંધીનગરમાં જ ગાંધીજી ભૂલાયા ! સાયરન વાગ્યું છતાં કોઈએ મૌન પાળવાની તસ્દી ન લીધી


ઋષિકેશ પટેલે સ્થળ પર જ ઉભરો ઢાળવી દીધો
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાની લોકસભા બેઠક માઇક્રો પ્લાનિંગ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ ને આમંત્રણ આપવાનું જ અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ અમિત શાહ ભૂલી ગયા હતા. જેને લઈને ઉકળેલા ઋષિકેશ પટેલે સ્થળ પર જ ઉભરો ઢાળવી દીધો હતો અને આવી ભવિષ્યમાં ભૂલ નહીં થાય તેવી ખાતરી અમિત શાહે આપતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટનામાં ઋષિકેશ પટેલની નારાજગી યોગ્ય હતી કારણ કે જે જિલ્લાની બેઠક જીતાડવાની જવાબદારી એમના શિરે છે એ બેઠકની ચૂંટણીલક્ષી મીટિંગમાં એમની ગેરહાજરી એ દિલ્હી સુધી નોંધ લેવાયા વિના ના રહે.


મીટિંગમાં છેલ્લી ઘડીએ પહોચ્યા ઋષિકેશ પટેલ 
અમદાવાદના દિનેશ હોલમાં ભાજપની બેઠક યોજાઈ હતી. લોકસભા ચૂંટણીની કામગીરી માટ ભાજપની આ બેઠક મહત્વની બની રહેવાની હતી. પરંતું બેઠકના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના જ આપવામાં આવી ન હતી. બેઠકમાં પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. જો કે છેલ્લી ઘડીએ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. 


અમદાવાદના આ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, એવા ભાવ ઉંચકાશે કે કરોડોમાં રમશો


પ્રભારી મંત્રીને જાણ કરવાનું કોણ ભૂલી ગયું
આજે ભાજપની અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીના રોડ મેપને ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ બુથ સશક્તિકરણ પર પણ ચર્ચા થશે. પાછલી બેઠકોમાં સોંપાયેલી જવાબદારીઓ ઉપર કેટલુ કામ થયું તેની પણ ચર્ચા કરાશે. પરંતું બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના આપવામાં આવી ન હતી. પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બનતા ઘટનાની તપાસ કરવામાં આવી હતી. આખરે કેવી રીતે પ્રભારી મંત્રીને જાણ કરવાનું રહી ગયું, આ કોની ભૂલ હતી તે અંગે તપાસ કરાશે. 


ભૂલ પર ભાજપનો ખુલાસો 
ઋષિકેશ પટેલને ભૂલી જવા મામલે સાંસદ કિરીટ સોંલકીએ જણાવ્યું કે, પ્રભારી મંત્રીને આમંત્રણ આપવાનું ભૂલાયું નથી. અમારા કાર્યકર કોઈપણ સમયે બોલાવવામાં આવે તે હાજર રહે છે. 


પાયલટ બની રાણા સમાજનું ગૌરવ વધાર્યુ આ દીકરીએ : કહ્યું, હું તો ઉડવા માટે જ બની છું