• ગુજરાતમાં NDRFની 13 ટીમ ડિપ્લોય કરવામાં આવી

  • વડોદરા અને દ્વારકામાં 2-2 NDRFની ટીમ

  • અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં 1-1 ટીમ

  • ગીર સોમનાથ, કચ્છ, પોરબંદરમાં 1-1 ટીમ

  • સુરત, વલસાડ, નર્મદામાં 1-1 ટીમ ડિપ્લોય કરાઈ


Gujarat Rainfall: સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. રાજ્યની વરસાદ ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મહેસુલ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ, આરોગ્ય વિભાગ ના સચિવ હર્ષદ પટેલ ,રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર. આ બેઠકમાં સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વડોદરા સહિત વિસ્તારની સમીક્ષા કરવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે મુખ્યમંત્રીએ જાયજો મેળવ્યો હતો.
* મુખ્યમંત્રીએ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી.
* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકશાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતું.
* આવનારા દિવસોમાં ચોમાસામાં  જો હજુ વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું . 
* સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં  રહીને  ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.
* વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.
* માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.
* આ હેતુસર જરૂર જણાયે નજીકના જિલ્લામાંથી સાધનો અને મેનપાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી.
* રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ  તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાન-માલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ તેમણે કરી હતી.
* માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. 
* NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તૈનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.
* આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.


ગુજરાતના રોડ-રસ્તાઓની સ્થિતિઃ
રાજ્યમાં વરસાદના કારણે હજુ પણ 564 રસ્તાઓ બંધ
16 સ્ટેટ હાઈવ સહિત અનેક આંતરિક રસ્તાઓ બંધ
પંચાયત હસ્તકને 522 તો 26 અન્ય રસ્તાઓ બંધ
બુધવાર સાંજ સુધીમાં 666 રસ્તાઓ બંધ હતા જેમાંથી 102 શરૂ કરવામાં આવ્યા
બને એટલી ઝડપે વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસ


ગુજરાતના જળાશયોની સ્થિતિઃ
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર 
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪% જળ સંગ્રહ
સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬ ટકા જળ સંગ્રહ


ગુજરાતમાં વીજ પુરવઠાની સ્થિતિઃ
રાજ્યમાં ભારે વરસાદના કારણે 5 હજાર 881 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ઊર્જા વિભાગે 5 હજાર 856 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કર્યો
25 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કવાયત ચાલુ
રાજ્યમાં 136 ફીડર ભારે વરસાદના કારણે બંધ
ફીડરો ફરી શરૂ કરવા માટેના પ્રયાસ ચાલુ
રાજ્યભરમાં 1020 વીજ પોલ પર અસર થઈ
112 ટ્રાન્સફોર્મર સેન્ટર પર થઈ છે અસર