હાર્દિક પટેલને ઝટકો! કાયદો અને વ્યવસ્થા ન જાળવતાને ન અપાય રાહત, કેસો હજુ નથી છોડતા પીછો
વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ કેસમાં તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે.
ઝી બ્યુરો/અમદાવાદ: પાટીદાર આંદોલનનો ચહેરો અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ કેસમાં તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે આ મામલે કેસમુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. જોકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે મૌખિક હુકમ આપ્યો છે.
કાયદો વ્યવસ્થા ન જાળવતાને રાહત ન આપી શકાય: કોર્ટ
આ ઘટના પાટીદાર આંદોલન સમયે નિકોલમાં સમગ્ર કેસ નોંધાયો હતો. આ કેસમાંથી મુક્ત થવા માટે હાર્દિક પટેલે અરજી કરી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ થઇ હતી. આ કેસનો આજે કોર્ટમાં ચુકાદો હતો. જેમાં કોર્ટે જણાવ્યું કે, કાયદો વ્યવસ્થા ન જાળવતાને રાહત ન આપી શકાય.
હાર્દિક પટેલ માટે સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા
આ સાથે જ પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે.
કોર્ટે મૌખિક હુકમ કર્યો
જોકે, હાર્દિક પટેલ સામેના અન્ય કેસોમાં જ રાહત આપવામાં આવી હતી. તેની સાથે આ પણ એક કેસ હતો. જેમાં મુક્તિ માટે હાર્દિક પટેલે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અત્યારે કોર્ટે મૌખિક હુકમ કર્યો છે. જો કે હાલની સ્થિતિએ હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત મળી નથી.