ગુજરાતના અબજોપતિ અપક્ષ ધારાસભ્યએ આપ્યું રાજીનામું, કેસરિયા કરવાની તૈયારી
Gujarat MLA Resignation Row : વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપ્યું રાજીનામું,,, ધર્મેન્દ્રસિંહ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું,,, લોકસભાની ચૂંટણી સમયે વાઘોડિયા બેઠક પર યોજાઈ શકે છે ચૂંટણી
Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. ધારાસભ્યોના રાજીનામા પર રાજીનામા પડી રહ્યાં છે! ત્યારે ગુજરાતમાં વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડ્યું છે. અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી પહેલા કેસરિયા કરવાની તૈયારી કરી લીધી છે.
વઘોડિયામાં આવશે પેટાચૂંટણી
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું અધ્યક્ષને સોંપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાશે. તેમના રાજીનામાથી વાઘોડિયા બેઠક પર લોકસભાની ચૂંટણી સમયે પેટાચૂંટણી આવવાની સંભાવના છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી. ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે હવે ધર્મેન્દ્રસિંહ કેસરિયા કરવા જઈ રહ્યાં છે.
વડોદરા બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો, કોની મધ્યસ્થીથી હાજર થયો?
ચર્ચા વચ્ચે આજે સવારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપવા પહોંચ્યા હતા. તેઓ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજીનામું આપતા પહેલા તેઓએ કહ્યું હતું કે, હું અહી રાજીનામું આપવા પહોંચ્યો છું. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામમંદિર બનાવાયું ને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવાઈ, તો હું પણ એક ક્ષત્રિય છું. તેથી મેં નિર્ણય લીધો કે હું ભાજપમાં જોડાઈ. જોકે, તેઓ પાર્ટીમાં ક્યારે જોડાશે તેના વિશે કહ્યું કે, તે પાર્ટી નક્કી કરશે તે મુજબ કરીશ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સાથે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં જોવા મળ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં વધુ ધારાસભ્યોનું રાજીનામું પડે તેવી અટકળો જોરમાં છે.
બહારની પાણીપુરી ખાનારા સાવધાન, આ વીડિયો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ
અબજોપતિ ધારાસભ્ય ગણાય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ગત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ સંપત્તિની માહિતી પણ આપી હતી. જેમાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું સામે આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાની હોવાનું તેમણે ફોર્મમાં જણાવ્યું. માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ નહિ, તેમના પત્ની પણ લખપતિ છે. તેમના પત્નીની કુલ સંપત્તિ 90 લાખ છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી હતી. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જંગમ મિલકત 46 કરોડ અને સ્થાવર મિલકત 64 કરોડ રૂપિયા છે. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 12.56 કરોડના વાહનો છે, જેમાં 95 કોમર્શિયલ વાહન અને 5 મોટરકાર છે.
ગર્વની ઘડી! ગુજરાતના બાહોશ 17 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત
રાજીનામાની લહેરમાં ચોથા ધારાસભ્યનું રાજીનામું
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂરો થતા જ ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયુ છે. હજી તો લોકસભાના મુરતિયા નક્કી થયા નથી, ને ભાજપે વિવિધ શહેરોમાં ચૂંટણી કાર્યાલયો પણ ખોલી દીધા છે. આ સાથે જ ભાજપ અન્ય ધારાસભ્યોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ કોંગ્રેસના બે ધારાસભ્યો ચિરાગ પટેલ અને સીજે ચાવડાએ પાર્ટી છોડવાનો ઝટકો આપ્યો. તો ભૂપત ભાયાણી પણ રાજીનામું આપી રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ રાજીનામા આપે તેવી શક્યતા છે.
ભાજપમાં ભળી જશે અડધુ અડધ કોંગ્રેસ
રાજકીય સૂત્રો કહી રહ્યાં છે કે, ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરી શકે છે. અર્જુન મોઢવાડિયાની સાથે લગભગ અડધોઅડધ ટીમ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો કરાઈ રહ્યો છે. હવે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાંથી પસાર થવાની છે ત્યારે ભાજપ તેમની યાત્રા પહેલા જ કોંગ્રેસ પર કાતર ચલાવશે.
ભાજપમાં ભળી જશે અડધુ અડધ કોંગ્રેસ! ગુજરાત કોંગ્રેસના સૂપડા સાફ કરવાનો ભાજપનો પ્લાન