ભાજપનો નવો પ્રયોગ : લોકસભામાં ઉમેદવારો બદલવાનો નવો ખેલ, બે ગયા હવે કોનો વારો
Loksabha Election 2024 : એક જ દિવસમાં ભાજપના બે ઉમેદવારોએ પરત ખેંચી ઉમેદવારી... વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાનો કર્યો નિર્ણય...
Gujarat Politics : ગુજરાતની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ મોટી હલચલ લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના એક નહીં પરંતુ બે ઉમેદવારોએ લોકસભા લડવાની અનિચ્છા વ્યક્ત કરી દીધી. સવારે 10 વાગ્યેને 22 મિનિટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રંજન ભટ્ટે અંગત કારણોથી લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. તો સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે સવારે 11 વાગ્યેને 13 મિનિટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી દીધી. બંને નેતાઓ દાવો કરી રહ્યા છે કે, તેઓ અંગત કારણોથી ચૂંટણી નથી લડવા માંગતા પરંતુ તેમણે આ નિર્ણયે સૌ કોઈને ચોંકાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જાહેર થયેલી સત્તાવાર યાદીમાં નામ આવવું અને બાદમાં સામેથી ઉમેદવારી છોડવી અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
ભાજપ માટે ગુજરાત રાજકીય લેબોરેટરી
ભાજપ માટે ગુજરાત એ રાજકારણની લેબોરેટરી છે. અહીં થતા સફળ પ્રયોગોનો દેશભરમાં અમલ થાય છે. મોદી અને અમિત શાહ માટે ગુજરાતએ પ્રયોગશાળા છે. ભાજપ આમ પણ ગુજરાતને પોતાની રાજકીય પ્રયોગશાળા માને છે અને અહીંના પ્રયોગો અને તેની સફળતાને એક મોડેલ તરીકે ગણીને દેશભરમાં જ્યાં પોતાના પક્ષનું શાસન છે ત્યાં એનો અમલ કરાવવાના પગલાં લેવાય છે આવી બાબતોની યાદી લાંબી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ, મુખ્યમંત્રીની પસંદગી, મંત્રીઓની નિમણૂક વગેરે બાબતમાં નજીકના ભૂતકાળમાં નો રિપીટ થિયરીનો સફળ પ્રયોગ કર્યો પછી દેશમાં વિવિધ જગ્યાએ એ જ ફોર્મ્યુલા અજમાવાઈ છે.રાજકારણમાં સાવ નવા ચહેરા ગણાતા હોય તેમને ઊંચા સ્થાન આપવની ફોર્મ્યુલા અને વર્ષોથી અડિંગો જમાવી બેઠેલાઓને રૃખસદ પણ કારગત નીવડી છે.મુખ્યમંત્રી તરીકે તદ્દન અજાણ્યો ચહેરો ભુપેન્દ્ર પટેલને મૂકવાનું આશ્ચર્ય જન્માવ્યા પછી આખેખાખું મંત્રીમંડળ જ નવું એવો બીજો આશ્ચર્ય આંચકો અપાયો હતો. અને આવા જ આંચકાઓ આપવાની રમત બીજા રાજ્યોમાં પણ થઈ એ જાણીતું છે. તો સીઆર પાટીલની પેજ પ્રમુખવાળી પોલિસી પણ ગુજરાતમા સક્સેસફુલ થયા બાદ આખા દેશમાં લાગુ કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ નવો પ્રયોગ અજમાવવામાં આવી રહ્યો છે.
રંજન ભટ્ટ બાદ ભીખાજીનો વારો પડ્યો : સામેથી ચૂંટણી લડવાની ના પાડી
ઉમેદવાર બદલવાનો નવો પ્રયોગ શરૂ
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમા ઉમેદવારી પરત ખેંચવાની અને ઉમેદવાર બદલવાનો નવો પ્રયોગ શરૂ થયો છે. રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરથી આ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે અન્ય બેઠકો પર પણ ઉમેદવાર બદલાય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે. જેમાં બનાસકાંઠા બેઠકનું નામ સતત ચર્ચામાં છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને બદલાય તો નવાઈ નહિ.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ નહિ લડે ચૂંટણી
ગુજરાતમાં પ્રયોગ બાદ 4 રાજ્યના CMની ખુરશી ગઈ
ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે આનંદીબેનને હટાવી વિજય રૂપાણીને સત્તા સોંપવાના ભાજપના નિર્ણય બાદ 4 રાજ્યોના સીએમની સત્તા ગઈ હતી. આખે આખી સરકાર ઉથલાવવી, જૂના જોગીઓને સાઈડલાઈન કરવા, નો રિપીટ થિયરી વગેરે ગુજરાતની પ્રયોગશાળામાં પાસ થયેલા પ્રયોગો છે. ગુજરાત ભાજપમાં દિલ્હી હાઈકમાન્ડનો સિક્કો વાગે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે આખી આખી વિજય રૂપાણી સરકાર ઉથલાવી દીધી હતી. જેમાં સીએમથી લઈને તમામ મંત્રીઓને ઘરભેગા કરી દેવાયા હતા અને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તાની કમાન સોંપાઈ હતી. આખુ મંત્રીમંડળ નવું બનાવવા છતાં ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ અવાજ ઉઠાવવાની હિંમત કરી ન હતી. એ પ્રયોગ ગુજરાતમાં સફળ રહ્યાં બાદ ભાજપે 4 રાજ્યોમાં આ પ્રયોગનો અમલ કર્યો હતો. મનોહરલાલ ખટ્ટરને સીએમ પદથી હટાવી દેવાયા હતા. બીજો પ્રયોગ ત્રિપુરામાં થયો હતો. જેમાં માણિક સહાને સત્તા પરથી સાઈડ કરીને ભાજપે બિપ્લવ દેવને સત્તા સોંપી દીધી હતી. ભાજપ આટલેથી પણ અટક્યું ન હતું પણ ઉત્તરાખંડમાં તિરથ રાવતને હટાવીને પુષ્કર ધામીને બેસાડી દેવાયા હતા. ભાજપે કર્ણાટકમાં પણ આ પ્રયોગ કર્યો હતો જોકે, તેઓ દક્ષિણના આ રાજ્યમાં સફળ રહ્યાં નથી. અહીં કોંગ્રેસની ગઠબંધન સરકાર ચાલી રહી છે. ભાજપે યેદીયુરપ્પાના નેગેટિવ રિપોર્ટ બાદ સત્તાની ચાવી બસવરાજ બોમ્બઈને સોંપી હતી પણ બસવરાજ કર્ણાટકમાં એ માહોલ ઉભો કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. આખરે ભાજપના પ્રયાસો છતાં આ રાજ્ય ભાજપે ગુમાવવું પડ્યું હતું.
ગુજરાતમાં ઘુંઘટ પર રાજકારણ : ગેનીબેને તાણેલા ઘુંઘટ પર ભાજપના રેખાબેને આપ્યો જવાબ