Bharuch News ભરૂચ : ગુજરાત મોડલની ચર્ચા આખી દુનિયામાં કરતી હોય છે. વિકાસ માટે ગુજરાતના વિકાસનું ઉદાહરણ અપાતું હોય છે. ત્યારે હવે ગુજરાતમાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે. ભ્રષ્ટાચારના પાપમાં ગુજરાતનો વિકાસ ખાડે ગયો છે. ગુજરાતના ગામેગામ પડતા ખાડા તેનો બોલતો પુરાવો છે. નવા નક્કોર બનેલા બ્રિજ ધરાશાયી થઈ જાય છે, તો રસ્તાનું શું થાય. ગુજરાત મોડલની મજાક ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચમાં 25 વર્ષની ગેરેન્ટી સાથે બનાવેલો રસ્તો, 25 મહિના તો દૂર પણ 25 દિવસ પણ ન ટક્યો. જંબુસરના આમોદમાં ધારાસભ્યની ગેરેન્ટીવાળા રસ્તા પર ખાડા પડી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7.33 કરોડના ખર્ચે બનાવેલા રોડ પર થીંગડા મારવાનું શરૂ કરાયું
જંબુસર આમોદ ના ધારાસભ્ય ની 25 વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ ચકનાચૂર થયો છે. સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત બીજીવાર ધુમાડો થતો હોય તેમ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ રૂપિયા 13 કરોડના ખર્ચે બનેલ રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રીબિનલ કોર્ટ ખાતે કરવામાં આવી છે. રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ઠીંગડા મારવાનું કામ શરૂ કરાયું છે. 


મોતના વાયરસે ગુજરાતમાં 52 બાળકોનો ભોગ લીધો, ચાંદીપુરાએ ભયાનક સ્વરૂપ લીધું


કોણે બનાવ્યો આવો રોડ 
25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઇવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને ત્રણ મહિના પહેલા જ 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. આમોદના બત્રીસી થી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો. જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાણી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છતાં ૨૫ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ પહેલા વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે.


ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઇ હતી. ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઊડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોડ ગાબડાઓ પુરવાનું કામ શરૂ કરી દીધું હતું. જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો તે 25 વર્ષ તો દૂર 25 મહિના પહેલાં એટલે કે ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે.


આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ


આ નેતાજીએ પોતાના માટે 3 કરોડનો રોડ બનાવ્યો 
આવો જ ગુજરાતમાં બીજો એક હચમચાવી દે તેવો આક્ષેપ થયો છે. દમણગંગામાં જે બ્રિજ બની રહ્યો છે તેની કોઈ જ જરૂરિયાત હતી નહીં, પરંતુ માત્રને માત્ર ભાજપના નેતાને ફાયદો થાય તે માટે જ તેને બનાવવામાં આવી રહ્યો છે. વાત કંઈક એવી છે કે ભાજપના નેતા અને પૂર્વ જિલ્લ પ્રમુખ તથા દમણગંગા શૂગર ફેક્ટરીના ચેરમેન હર્ષદ કટારિયા સીધા પોતાના ખેતરમાં જઈ શકે તે માટે જ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ નેતાજીને પોતાની વાડીએ જવા માટે નદીમાંથી પસાર થવું પડતું હતું. તેથી તંત્રએ તેમને સગવડ કરી આપવા માટે પ્રજાના 3 કરોડ 80 લાખના ખર્ચથી બ્રિજનું નિર્માણ કરી આપવાનું નક્કી કર્યું છે. .હર્ષદ કટારિયા નામના ભાજપના આ નેતાજી વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ખાસ અને માનીતા પણ છે. વિપક્ષના આક્ષેપથી વલસાડ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. 


Start Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યું