અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફા
Unemployment Crisis in Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં 10 પોસ્ટ માટે ઉમટી પડેલા યુવાઓની ભીડ બતાવે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, આંકડા સરકારી દાવાનો પોલ ખોલી રહ્યાં છે
Jobs In Gujarat : અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો ઉમટી પડ્યા હતાં. ઉમેદવારોની ભીડ ઉમડતાં હોટેલની રેલિંગ તૂટી ગઇ હતી. આ એજ દર્શાવે છે કે, ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે. સરકાર ભલે ગમે તેટલી વાતો કરે, પરંતું જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં આજે પણ 2.49 લાખ યુવા નોકરી માટે ફાઁફા મારે છે. જે બતાવે છે કે, વાઈબ્રન્ટ ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નોકરીના ઈન્ટરવ્યૂનેલ ઈને ભીડ ઉમટી હતી, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસે ગુજરાતમાં બેરોજગારોની ભીડનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં કોંગ્રેસે લખ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડલ ગુજરાતના ભરૂચમાં એક હોટલની નોકરી માટે બેરોજગારોની ભારે ભીડ ઉમટી હતી. પરિસ્થિતિ એવી વિકટ બની હતી કે, હોટલની રેલિંગ તૂટી ગઈ હતી અને ગુજરાત મોડલની પોલ ખૂલી છે. નરેન્દ્ર મોદી આ બેરોજગારીનુ મોડલ ગુજરાત પર થોપી રહ્યાં છે.
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવ
ત્યારે બેરોજગારીનો આંકડો બતાવે છે કે, ગુજરાતમાં બેરોજગારો વધી રહ્યાં છે. સરકારી નોકરીઓ મળી નથી રહી, અને ખાનગી કંપનીઓમાં શોષણ વધી રહ્યું છે. નાછૂટકે ઓછા પગારે નોકરી કરવા યુવા મજબૂર બન્યા છે. બીજી તરફ, ગુજરાત સરકારના સરકારી નોકરીા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. સરકારી ભરતી માત્ર જાહેરાતો અને કાગળ પર જ થઈ રહી છે.
ઉદ્યોગો માટે લાલ જાજમ પાથર્યા બાદ પણ ગુજરાતની આ સ્થિતિ છે. આજે પણ 2.49 લાખ શિક્ષિત યુવાઓ આજે પણ સારી નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે. ગુજરાત સરકારે વિધાનસભામાં આંકડા રજૂ કર્યા હતા કે, રાજ્યમાં 29 જિલ્લામાં 2,38,978 શિક્ષિત બેરોજગારો છે, જ્યારે કે 10,757 અર્ધશિક્ષિત બેરોજગારો નોઁધાયા છે. રાજકોટ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો છે. સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં માત્ર 32 શિક્ષિત યુવાઓને સરકારી નોકરી મળી શકી છે.
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવ