Ambalal Patel Monsoon Prediction :  વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજી પાંચ દિવસ વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બુધવારે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દીવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. 7 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના વાસદામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુર અને વલસાડના પારડીમાં 3.5 ઇંચ વરસાદ છે. વલસાડના વલસાડ સીટી અને કપરાડામાં 3ણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 17 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. રાજ્યના 29 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેથી કહી શકાય કે, રાજ્યમાં ફરી ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગે વરસાદના એંધાણની આગાહી કરી છે.


આજે જન્માષ્ટમીએ ડાકોર અને દ્વારકા મંદિર જવાના હોય તો દર્શનનો આ સમય જાણીને નીકળજો


રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈ તુવેર, મકાઈ, સોયાબીન સહિત મુર્જાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. તેવામાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, હવામાન વિભાગે રાજયમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે.


ગુજરાતના કૃષ્ણ મંદિરોમા જન્માષ્ટમી શરૂ : અંબાજીમાં રાતે લાલાને પારણામા ઝુલાવાયા


વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી ખુશી વ્યક્ત કરનારી છે. રાજ્યમાં પાંચ 5 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહેશે. 5 અને 6 સપ્ટેમ્બર કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે જેથી રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે.


અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ટેન્શનવાળા સમાચાર : 134 વર્ષે પણ ગ્રીન કાર્ડ નહિ મળે