અમદાવાદ :શનિવારે રાજ્યમાં મેઘરાજાની જમાવટ થઈ હતી. સમગ્ર ગુજરાતમાં 24 કલાકમાં 149 તાલુકામાં મેઘ મહેર થઈ હતી. આકાશમાંથી અમૃત વરસ્યુ હતું, અને વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. જેથી લોકો અને ખેડૂતો બંને ખુશ થયા હતા. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસાનો દોર શરૂ થઈ ગયો છે. આ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, નદી-નાળા છલકાઈ જશે તેવો વરસાદ જલ્દી જ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમણે કહ્યુ કે, અમદાવાદમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. 5 મી જુલાઇ સુધી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તેથી તારીખ 10 થી 15 તારીખમાં ભારે વરસાદ આવશે. તો ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. નદી નાળા છલકાઈ જશે તેવો વરસાદ થશે.


આ પણ વાંચો : વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, મોટેલમાં રોકાયેલા શખ્સે ફાયરિંગ કર્યું


હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના ગુજરાતમાં વરસાદ આવશે. જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી...


હવે વાત કરીએ ક્યારે અને ક્યાં વરસાદની આગાહી છે તો....


  • 4 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી

  • 5 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી

  • 6 જુલાઈએ વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી,  અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી

  • 7 જુલાઈએ નવસારી, વલસાડ,  દમણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ,  ભાવનગર, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહી..

  • અમદાવાદ, ગાંધીનગરમાં પણ રહેશે વાદળછાયું વાતાવરણ 


આ પણ વાંચો : ડ્રેગન ફ્રુટની ખેતી કરી શ્રીકાંતભાઈ કરોડો કમાયા, આખા દેશમાં કરે છે વેપાર 


શનિવારે રાજ્યમાં મેઘરાજાની જમાવટ 
શનિવારે 24 કલાકમાં 149 તાલુકામાં મેઘ મહેર થઈ હતી. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેથી વાંસદા પાણી પાણી થઈ ગયુ હતું. તો દ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત 4 તાલુકાઓમાં વરસ્યો 4.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. 5 તાલુકામાં 3-3 ઈંચથી વધુ વરસાદ, 5 તાલુકામાં 3-3 ઈંચ વરસાદ, 3 તાલુકામાં 2-2 ઈંચથી વધુ વરસાદ તેમજ 14 તાલુકામાં 2-2 ઈંચ વરસાદ નોધાયો હતો. 



NDRF ને એલર્ટ અપાયું
વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે. આજે કુલ 5 ટીમો ત્રણ જિલ્લાઓમાં રહેશે. 3 ટીમ રાજકોટ જિલ્લામાં રહેશે. 1-1 ટીમ બનાસકાંઠા અને સુરતમાં રહેશે.