• હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે

  • એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે

  • દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે

  • ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે


Ambalal Patel Prediction: જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતાતૂર બન્યા છે. સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય આ એવી આગાહી છે. જીહાં. અંબાલાલ પટેલે કહ્યું છેકે, ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશત ઉભી થઈ શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે. કારણકે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. જો ગુજરાતમાં ધાર્યા મુજબનો વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.


અંબાલાલ પટેલની આ આગાહીએ હાલ સૌ કોઈને હચમચાવી દીધાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ તોળાઈ રહ્યું છે વિનાશક પૂરનું જોખમ. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે. 


હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી તમારી છાતીના પાટીયા બેસાડી દેશે. કારણકે, આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે. એવું પણ કહેવાય છેકે, અંબાલાલ પટેલની આગાહી ક્યારેય ખોટી નથી પડતી. તેથી સૌ કોઈને એજ વાતનો ડર છે. આજથી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં અલબત્ત દેશના આ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદને કારણે નદીઓ અને દરિયો પણ છલકાઈ શકે છે. તે જ કારણે ભારે વરસાદના લીધે ગુજરાત પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ....