ઝી બ્યૂરો, અમદાવાદ: હવામાન વિભાગની આગહી મુજબ આગામી ૨૪ કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૮.૩૨ ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં ૩૬.૬૨૫ ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૫,૪૧,૭૦૬ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની ૧૩ ટીમ અને વિવિધ ૧૬ જિલ્લાઓમાં SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટા ઉદેપુર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેના પગલે મહેસાણા જિલ્લા કલેકટરની જિલ્લા વાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. જિલ્લા કલેકટરે જિલ્લા ડીઝાસ્ટરના રાહત કામગીરી માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે. 02762 222220/222299 અથવા ટોલ ફ્રી નંબર 1077 નંબર જાહેર કરવામાં આવ્યા છે. 


આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠામાં કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એંટ્રી કરી હતી. બનાસકાંઠાના પાલનપુર સહિત દાંતા, વડગામ, અમીરગઢ અને ધાનેરા સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. સાર્વત્રિક વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા જાણે નદી બની ગયા હોય એવું લાગી રહ્યું હતું. અંબાજીના મુખ્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. હતા અંબાજીના રસ્તા પાણીમાં ગરકાવ થતાં શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજ્યમાં મેઘમહેર યથાવત, 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં ખાબક્યો


આ ઉપરાંત મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થયો છે.  ડેમની હાલની જળ સપાટી 596.65 ફૂટ થઈ ગઇ છે. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. ડેમમાં ઉપરવાસમાં વરસાદી પાણીની આવક 8888 ક્યુસેક નોંધાઇ છે. જેના લીધે ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો 28.73% થયો છે. 


રાહત કમિશનરે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં આશ્રયસ્થાનમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત ફર્યા છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત તમામ નાગરિકોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં પુનર્વસનની કામગીરીમાં વધુ ઝડપ આવે તે માટે  આરોગ્ય, સફાઇ, કૃષિ, મકાન અને ઘરવખરી સહિતના સર્વે માટે અંદાજે કુલ ૧૦૨૬ ટીમો કાર્યરત છે.  


પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે તેમ SEOC, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનરે પી.સ્વરૂપે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સમગ્ર વહીવટી તંત્ર, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, હવાઇદળ અને સ્થાનિકોના સહયોગથી કરાયેલી બચાવ અને પુનર્વસનની કામગીરીની પ્રશંસા કરી તમામનો આભાર માન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube