Gujarat Monsoon: મેઘરાજા હવે ગુજરાતમાં મનમુકીને વરસી રહ્યાં છે. જોકે, હવે મેઘો જે રીતે મંડાયો છે એનાથી મુશ્કેલીઓ પણ ઉભી થઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી સ્થિતિની વચ્ચે બાળકોને શાળાઓ મોકલવા પણ જોખમી બની શકે છે. શાળા તંત્ર દ્વારા પણ આ સ્થિતિ મુશ્કેલી પેદા કરે તેવી છે. જેને પગલે ભારે થી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને ગુજરાતના 5 જિલ્લાઓમાં શિક્ષણ કાર્ય ઠપ્પ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ અલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના આ 5 જિલ્લાઓ પણ હાલ રાજ્ય સરકારની સતત નજર છે. કારણકે, અહીં સ્થિતિ બદથી બદતર બની રહી છે. 


ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં શિક્ષણકાર્ય ઠપ્પ-
ખાસ કરીને છેલ્લાં બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેને પગલે અહીં ચારેય કોર પાણી પાણી થઈ ગયું છે. આવી સ્થિતિમાં શાળા-કોલેજોમાં જવું પણ મુશ્કેલ છે. જેને ધ્યાને લઈને જિલ્લા સ્તરેથી જ શિક્ષણ સંસ્થાનોમાં રાજા જાહેર કરાઈ છે. જેથી સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને ભરૂચમાં આજ રોજ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લીધે લેવાયો નિર્ણય...કારણકે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વાહન વ્યવહાર ઠપ્પ છે. નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.


ભારે વરસાદને પગલે ગુજરાતના આ ચાર શહેરો હાલ પાણી પાણી થઈ ગયા છે. અહીં વાત થઈ રહી છે દક્ષિણ ગુજરાતની. ભારેથી અતિભારે વરસાદને કારણે સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને ભરૂચમાં સ્થિતિ બદથી બદતર બનતી જાય છે. એજ કારણ છેકે, આ ચારેય જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે. જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ જ્યા જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાને લીધે સ્થિતિ વધુ વિકટ બની છે. આવી સ્થિતિમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. જેથી શાળા-કોલેજો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


વેસુમાં શેડ તૂટ્યો-
સુરતના વેસુમાં લાકડા અને નેટનો શેડ ભારે પવન અને વરસાદના લીધે તૂટી પડ્યો છે...વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસેની આ ઘટના છે કે જ્યાં નિર્માણ પામતી બિલ્ડીંગ પર લગાવવામાં આવેલો શેડ ધડામ લઈને તૂટી પડ્યો...શેડ તૂટવાની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે...કોઈ હાજર ન હોવાથી આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે.


સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે..અહીંયા પાણી ભરાતા 20 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું..પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે...તો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી બોય્ઝ હોસ્ટેલમાંથી 40 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે...આદર્શ નિવાસી શાળાના બાળકોને રેસ્ક્યૂ કરીને કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે...હોસ્ટેલની બહાર પાણી ભરાઈ ગયા હતા..