Gujarat Monsoon 2022 :આ વર્ષે ગુજરાતમાં મન મૂકીને વરસાદ પડ્યો છે. ગુજરાતના લગભગ તમામ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. પરંતુ ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી. ગુજરાતમાં વધુ એકવાર ચોમાસાનો રાઉન્ડ આવશે. હવામાન આગાહીકાર અંબાલાલ વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમા હજુ વરસાદ ગયો નથી. રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો આવી શકે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે. ઉત્ત ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે. 


આ પણ વાંચો : ગુજરાતના આ સ્થળે પાંડવોની કાળી ધજા સફેદ થઈ ગઈ હતી, જ્યાં શિવલિંગ સ્થાપીને પિતૃતર્પણ કર્યું હતું  


તો હાલ ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર નથી. હવામાન ખાતાના અપડેટ અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે. તો કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે. રવિવાર અને સોમવાર બે દિવસ ગુજરાતમાં વરસાદ ઘટશે. અમદાવાદનું તાપમાન મહત્તમ 34 ડિગ્રી સુધી જઈ શકે છે.