Gujarat IAS : ગુજરાતમાં રાજકીય અને શાસકીય ઈતિહાસમાં ચાર મુખ્યમંત્રી અને છ સરકારો સાથે કામ કરનારા મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાસનાથન્ની આખરે CMO માંથી વિદાય થઈ રહી છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથનને હવે એક્સટેન્શન નહિ અપાય. મુખ્યમંત્રી કાર્યાલયમાં આજે કે કૈલાસનાથનનો છેલ્લો દિવસ છે. 30 મી જૂનના રોજ કે કૈલાસનાથનને અપાયેલ એક્સસ્ટેશનનો આજે છેલ્લો દિવસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત એક્સટેન્શન અપાયું
કૈલાસનાથન વર્ષ 2009 થી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ પર હતા. કે. કૈલાસનાથન 2013 માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. લાંબા સમયથી CMOમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે તેમને વય નિવૃત્તિ બાદની જવાબદારી અપાતી હતી. વય નિવૃત્તિ બાદ પણ કે કૈલાસનાથનને સતત એક્સટેન્શન અપાઈ રહ્યું હતું. 


CMOમાં સૌથી પાવરફૂલ અધિકારી ગણાતા
કે કૈલાસનાથનને પૂછ્યા વિના પાણી પણ ન પીવાય એમ એમની જાણ બહાર ગુજરાતનો કોઈ પ્રોજક્ટ અમલમાં ના મૂકાય. એવું પણ કહી શકાય કે PMO અને CMO વચ્ચે આ અધિકારી મુખ્ય કડી છે. મોદીના ખાસ હોવાની સાથે મોદી ભલે ગુજરાતમાં નથી પણ દિલ્હીના અહીં હાથ અને કાન છે. એટલે જ મોદી દિલ્હી બેસતા હોવા છતાં ગુજરાતમાં આજે પણ એમનો દબદબો એટલો જ છે. CMOમાં આજે સૌથી પાવરફૂલ અધિકારી છે. જેઓ 10  વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયા છે પણ સરકાર સ્પેશ્યલ કેસમાં નિયુક્તિ વધારી રહી છે. 


હવે શુદ્ધ ભોજન ક્યાં મળશે! વડોદરામાં Maaza ની બોટલમાં તરતો મકોડો દેખાયો


કેકે માટે ખાસ જગ્યા ઉભી કરાઈ
મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલે એક પછી એક અધિકારીઓની નિમણૂક કરવાની ઉતાવળ રાખીને કાર્યભાર વહેંચણીમાં સક્રિયતા દાખવી હતી. રૂપાણી સરકારમાં લગભગ દોઢ મહિના પછી કે.કે.ની નિમણૂંક થઇ હતી, જયારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તાત્કાલિક નિમણૂંક કરીને કે.કે.નું નવનિયુક્ત સરકારમાં કેટલું મહત્વ રહેશે તેનો સંકેત આપી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્રસચિવ તરીકે CMO માંથી કૈલાસનાથન ૩૧મી મે ૨૦૧૩ના રોજ વય નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમના માટે CMO માં ખાસ જગ્યાનું નામાભિધાન કરીને નિયુક્તિ કરાઈ હતી. 


કે.કે ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી
ગુજરાત કેડરના 1979 બેચના IAS અધિકારી કે. કુનિયલ કૈલાશનાથનના (Kuniyil Kailashnathan) નામને કોઈ પરિચયની જરૂર નથી. ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે કે. કૈલાશનાથનને જાણતું ન હોય. સામાન્ય રીતે જ્યારે તેમના વિશે વાત કરવામાં આવે છે, ત્યારે તેમનો ઉલ્લેખ KK તરીકે થાય છે. 69 વર્ષીય કે. કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે નરેન્દ્ર મોદી તેમના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સત્તામાં આવ્યું છે અને ભૂપેન્દ્ર પટેલ ફરીથી મુખ્યમંત્રી તરીકે સરકારના વડા બન્યા છે ત્યારે સરકારે કૈલાશનાથનની સેવામાં વધારો કર્યો હતો. આ પોતાનામાં એક રેકોર્ડ છે. કે કૈલાશનાથનને ઈન્ડિયન એક્સપ્રેસની 2014 ના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.


શ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહીં બની રહ્યો છે મરીન ડ્રાઈવ


ચાર CM સાથે કરી છે કામગીરી
કે કૈલાશનાથનના સમયમાં ગુજરાતમાં અત્યાર સુધી ચાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના નામનો સમાવેશ થાય છે. કે કૈલાશનાથનનું નામ મુખ્યમંત્રી કાર્યાલયની વેબસાઈટમાં ટોચ પર છે. ત્યાં તેમનું પદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નોંધાયેલું છે. કે કૈલાશનાથન 2013 માં નિવૃત્ત થયા હતા, પરંતુ ત્યારથી તેઓ સેવામાં વિસ્તરણ મળ્યા પછી સતત સીએમઓમાં જવાબદારી નિભાવી રહ્યા હતા.


ઉટીમાં જન્મેલા કૈલાસનાથનના પિતા ટપાલ ખાતામાં હતા
દક્ષિણ ભારતના વતની કે કૈલાશનાથન ઉટીમાં મોટા થયા છે. તેમના પિતા ટપાલ ખાતામાં નોકરી કરતા હતા. કૈલાશનાથને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1985 માં કૈલાશનાથન પહેલાં સુરેન્દ્ર નગર અને પછી 1987માં સુરતના કલેક્ટર બન્યા. આ પછી કૈલાશનાથનને ગુજરાત મેરીટાઇમ બોર્ડના CEOની જવાબદારી મળી. શહેરી વિસ્તરણમાં તેમને 1999 થી 2001 દરમિયાન અમદાવાદના કોર્પોરેશન કમિશનર તરીકે કામ કરવાની તક પણ મળી. આ પછી તેમને શહેરી વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સંભાળતી વખતે તેઓ BRTS પ્રોજેક્ટની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા.


એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે


નિર્વિવાદીત અને લો પ્રોફાઈલ અધિકારીની છબી
મદ્રાસ યુનિવર્સિટીમાંથી કેમિકલમાં પીજીની ડિગ્રી મેળવનાર કે કૈલાશનાથને યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી અર્થશાસ્ત્રમાં એમએનો અભ્યાસ કર્યો છે. તેઓ લાંબા સમયથી ગુજરાતના સૌથી શક્તિશાળી અધિકારી રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમનું નામ ક્યારેય કોઈ વિવાદમાં ઢસડાયું નથી. જેઓ કે કૈલાશનાથનને નજીકથી ઓળખે છે તેઓ કહે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારી છે. તેઓ ન માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ છે, પરંતુ તેઓ શું કરવું અને શું ન કરવું તે પણ સારી રીતે જાણે છે. આ જ કારણ છે કે આજે જ્યારે નરેન્દ્ર મોદી દેશની બાગડોર સંભાળી રહ્યા છે ત્યારે પીએમના ગૃહ રાજ્યમાં કે કૈલાસનાથન તેમની આંખ અને કાન બની રહ્યા છે.


મીડિયાને તેની સાથે કોઈ લેવાદેવા નથી
છેલ્લા 13 વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા કે કૈલાશનાથનની પોતાની સ્ટાઈલ છે. તે બહુ ઓછું બોલે છે. મીડિયાથી ઘણું અંતર રાખે છે. તેઓ ટીવી મીડિયા કે અખબારની હેડલાઈન્સથી દૂર રહે છે. તેમના વિશે કંઈ લખવામાં આવે તો પણ તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા નથી. આ જ કારણ છે કે 46 વર્ષના લાંબા કાર્યકાળ પછી પણ તેઓ એક નિર્વિવાદીત અમલદાર છે. કે કૈલાશનાથન અંગે એવું કહેવાય છે કે તેઓ ઓછું બોલે છે પણ કામ વધારે કરે છે. કદાચ આ જ કારણ છે કે તેમનું સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી.


રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી